GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય વચ્ચે વાદળછાયું વાતાવરણ:બે દિવસની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત.

 

તારીખ ૨૩/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રકોપ વધાર્યો છે અને ગુજરાતના મોટાભાગના શહેરો અને ગામોમાં ઠંડા પવનોને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી ૨૮મી ડિસેમ્બર સુધી ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આજરોજ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે ત્યારે કાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ વચ્ચે બે દિવસની વરસાદની આગાહીથી પોતાના ખેતરોમાં ઉગેલા શીયાળ પાક નિસ્ફળ જવાની બીક ને લઈને સમગ્ર કાલોલ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જીલ્લાના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે,રાજ્યમાં આગામી ચાર દિવસ એટલે કે ૨૬મી ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનની સંભાવના છ મે. જ્યારે ૨૭મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ૧૫ જિલ્લા અને ૨૮ ડિસેમ્બરે ૧૩ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી લઇ ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે.

Back to top button
error: Content is protected !!