BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના પરીનિર્માણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

6 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે ડો.બાબાસાહેબ આંબેડકરના પરીનિમૉણ દિન નિમિત્તે ડૉ.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી તથા બુદ્ધવંદનાનો કાર્યક્રમ યોજાયો.જેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી હરિભાઈ એન સોલંકી, ઉપપ્રમુખશ્રી ડૉ. વિજયભાઈ ડાભી, કારોબારી સભ્યશ્રી હરેશભાઈ મીઠાલાલ વણસોલાએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના સર્વ હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ, સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી જગદિશભાઈ પરમાર શાળાના ક્લાર્ક શ્રી ચંદ્રકાન્તભાઈ પરમાર અને વિદ્યાર્થીઓએ બુદ્ધવંદના કરી.

Back to top button
error: Content is protected !!