
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
*નેટવર્ક સમસ્યાઓ હોવા છતાંય કાકશાળા BLO દ્વારા EF Digitized ની ૭૪ ટકા કામગીરી પૂર્ણ કરાઈ:*
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી વ મામલતદાર શ્રી સૈયદે ગત તારીખ ૨૪મી નવેમ્બરના રોજ સુબીર તાલુકાના નેટવર્ક વિહોણા કાકશાળા- ૫ અને નિશાણા-૬ મતદાન મથકોની જાત મુલાકાત લીધી હતી.
આ મતદાન મથકોમાં એક હજાર કરતાં વઘારે મતદારો નોંધાયેલા છે. તથા અહિંના ઘણાં મતદારો સ્થળાંતરિત પણ થયેલાં છે. સાથે જ દિવસ દરમિયાન લોકો ખેતરના કામે જતાં હોઈ, આ મતદાન મથકોની કામગીરીમાં વિક્ષેપ પણ થાય છે. પરંતુ BLO દ્વારા સ્થાનિક સરપંચશ્રી, સભ્યો, સહાયક શિક્ષક, મધ્યાહન ભોજન સંચાલકો તેમજ પોતાના પરિવારના સભ્યોની મદદ લઇ, જ્યાં નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જઇ EF Digitized ની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અહીં ચૂંટણીલક્ષી કામગીરી માટે BLO દ્વારા સંપૂર્ણ નિષ્ઠા સાથે આ રાષ્ટ્રવ્યાપી કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ રૂપે કાકશાળા-૫ મતદાન મથકના BLO દ્વારા ૭૪.૮૯ ટકા, અને નિશાણા-૬ મતદાન મથકના BLO દ્વારા ૪૮.૩૦ ટકા કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
સુબીર તાલુકાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા આ BLOs ની કામગીરી અને તેમના પ્રયાસોની સરાહના કરી અભિનંદન પાઠવામા આવ્યા છે.





