AHAVADANG

DANG: સાપુતારા ખાતે પ્રવાસીઓનાં ધસારાને પગલે થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાલીમ યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરીમથક સાપુતારા ખાતે રજાઓમાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની જાય છે.આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને પ્રવાસીઓને સુવિધાજનક માહોલ પૂરો પાડવાના હેતુથી ડાંગ એસ.પી.યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં  પી.આઈ.એન.ઝેડ.ભોયાએ સિક્યુરિટી ગાર્ડ, હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોને ટ્રાફિક નિયમન અંગે વિશેષ તાલીમ આપી હતી.આ તાલીમમાં સ્વાગત સર્કલ, બોટિંગ, ટેબલ પોઈંટ સહિત અન્ય જોવાલાયક સ્થળોએ વાહનોનાં ખડકલાને નિયમન કરવા અને વાહનોને વ્યવસ્થિત પાર્કિંગ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.અહી સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવિણસિંહ પરમારે પણ આ પ્રસંગે પોતાનું યોગદાન આપ્યુ હતુ.આ તાલીમ દ્વારા સાપુતારામાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ મળશે અને પ્રવાસીઓને સુખદ અનુભવ મળશે તેવી આશા સેવાઈ રહી છે..

Back to top button
error: Content is protected !!