રાજપારડી ખાતે કન્યાશાળા યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી
ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા સહિત વિસ્તારોમાં જલારામ જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે કન્યાશાળા યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી જલારામ જયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, વહેલી સવારે પ્રભાત ફેરી કરવામાં આવે છે ત્યારબાદ બપોરના સમયે શોભાયાત્રા નું આયોજન કરાય છે અને સાંજે સમગ્ર રાજપારડી પંથકના લોકો માટે ભંડારાનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે, રાજપારડી ખાતે જલારામ જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, સાથે સાથે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડિયા નગરમાં પણ જલારામ જયંતિની અલગ અલગ વિસ્તારોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
ઈરફાનખત્રી
રાજપારડી