AHAVADANG

ગિરિમથક સાપુતારામાં કરોડોનાં ખર્ચે બનેલો સનરાઈઝ પોઈન્ટ જાળવણીના અભાવે જર્જરિત:-નોટિફાઈડની ઘોર બેદરકારીથી પ્રવાસીઓની સુવિધા પર સવાલ..પેટા:-ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈન્ટ ખાતે ઉગતા સૂર્યનાં કિરણોનો વિકાસ બેહાલ બન્યો..સાપુતારા 13-10-2025 દેશનાં લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ ગિરિમથક સાપુતારા વિકાસ માટે ભટકી રહ્યુ છે.અહી ગિરિમથક સાપુતારાની લાચારી કહો કે પછી વિકાસની લાચારી જે જોવાલાયક સ્થળોને નિહાળતા ગવાહી પુરી પાડે છે.ગિરિમથક સાપુતારા ખાતે અંદાજીત 6 કરોડ રૂપિયાના જંગી ખર્ચે નિર્માણ પામેલ સન રાઈઝ પોઈન્ટ આજે નોટીફાઈડ વિભાગની ઘોર બેદરકારી અને જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યો છે.જ્યાં સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે, તે સ્થળ પર મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.સન રાઈઝ પોઈન્ટ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત અને ખાડા-ટેકરાવાળો બની ગયો છે. સૂર્યોદય જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારે અંધારામાં આવતા હોય છે, ત્યારે રસ્તાની આ હાલત અકસ્માતોને નોતરી રહી છે. વળી, સમગ્ર માર્ગ પર સ્ટ્રીટ લાઈટનો સંપૂર્ણ અભાવ છે. રાત્રે કે વહેલી સવારે અહીં આવતા લોકોને ભારે અંધારાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી સુરક્ષાનો ગંભીર પ્રશ્ન પણ ઊભો થયો છે.શૌચાલયની દુર્દશા અને યોગા સેન્ટર ધૂળ ખાઈ રહ્યું છે.જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.પ્રવાસીઓની મૂળભૂત જરૂરિયાત ગણાતા શૌચાલયની જર્જરિત હાલત તેમજ પોઈન્ટ પરના જાહેર શૌચાલયો તૂટેલી હાલતમાં છે, ગંદકી અને પાણીના અભાવે તે બિલકુલ વાપરવા લાયક રહ્યા નથી.આના કારણે મહિલા પ્રવાસીઓને વિશેષ હાલાકી ભોગવવી પડે છે.એટલું જ નહીં, પ્રવાસીઓને શારીરિક અને માનસિક શાંતિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલું યોગા સેન્ટર પણ આજે તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યું છે. કરોડોના ખર્ચે બનેલું આ સેન્ટર યોગ્ય જાળવણી અને સંચાલન વિના ધૂળ ખાઈ રહ્યું છે અને હવે તે બિનઉપયોગી બની ગયું છે.આટલા મોટા ખર્ચે તૈયાર થયેલું પ્રવાસન સ્થળ થોડા જ સમયમાં જર્જરિત થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, “સરકાર પ્રવાસન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ તેની જાળવણી માટે કોઈ ધ્યાન આપતું નથી. જો આ સ્થળની સમયસર જાળવણી કરવામાં આવે તો તે માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ સ્થાનિક અર્થતંત્ર માટે પણ વરદાનરૂપ સાબિત થઈ શકે છે.”પ્રવાસીઓ પણ તૂટેલા રસ્તાઓ, અંધારપટ અને શૌચાલયની દુર્દશા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સ્થિતિ રાજ્યના પ્રવાસન વિભાગની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.જેથી તંત્ર તાત્કાલિક ધોરણે આ સન રાઈઝ પોઈન્ટની જાળવણી અને સમારકામનું કાર્ય હાથ ધરે, તે સમયની માંગ છે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈન્ટ ખાતે ઉગતા સૂર્યનાં કિરણોનો વિકાસ બેહાલ બન્યો..

દેશનાં લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ ગિરિમથક સાપુતારા વિકાસ માટે ભટકી રહ્યુ છે.અહી ગિરિમથક સાપુતારાની લાચારી કહો કે પછી વિકાસની લાચારી જે જોવાલાયક સ્થળોને નિહાળતા ગવાહી પુરી પાડે છે.ગિરિમથક સાપુતારા ખાતે અંદાજીત 6 કરોડ રૂપિયાના જંગી ખર્ચે નિર્માણ પામેલ સન રાઈઝ પોઈન્ટ આજે નોટીફાઈડ વિભાગની ઘોર બેદરકારી અને જાળવણીના અભાવે ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યો છે.જ્યાં સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે, તે સ્થળ પર મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.સન રાઈઝ પોઈન્ટ સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત અને ખાડા-ટેકરાવાળો બની ગયો છે. સૂર્યોદય જોવા માટે પ્રવાસીઓ વહેલી સવારે અંધારામાં આવતા હોય છે, ત્યારે રસ્તાની આ હાલત અકસ્માતોને નોતરી રહી છે. વળી, સમગ્ર માર્ગ પર સ્ટ્રીટ લાઈટનો સંપૂર્ણ અભાવ છે. રાત્રે કે વહેલી સવારે અહીં આવતા લોકોને ભારે અંધારાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી સુરક્ષાનો ગંભીર પ્રશ્ન પણ ઊભો થયો છે.શૌચાલયની દુર્દશા અને યોગા સેન્ટર ધૂળ ખાઈ રહ્યું છે.જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.પ્રવાસીઓની મૂળભૂત જરૂરિયાત ગણાતા શૌચાલયની જર્જરિત હાલત તેમજ પોઈન્ટ પરના જાહેર શૌચાલયો તૂટેલી હાલતમાં છે, ગંદકી અને પાણીના અભાવે તે બિલકુલ વાપરવા લાયક રહ્યા નથી.આના કારણે મહિલા પ્રવાસીઓને વિશેષ હાલાકી ભોગવવી પડે છે.એટલું જ નહીં, પ્રવાસીઓને શારીરિક અને માનસિક શાંતિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવેલું યોગા સેન્ટર પણ આજે તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યું છે. કરોડોના ખર્ચે બનેલું આ સેન્ટર યોગ્ય જાળવણી અને સંચાલન વિના ધૂળ ખાઈ રહ્યું છે અને હવે તે બિનઉપયોગી બની ગયું છે.આટલા મોટા ખર્ચે તૈયાર થયેલું પ્રવાસન સ્થળ થોડા જ સમયમાં જર્જરિત થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, “સરકાર પ્રવાસન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ તેની જાળવણી માટે કોઈ ધ્યાન આપતું નથી. જો આ સ્થળની સમયસર જાળવણી કરવામાં આવે તો તે માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પણ સ્થાનિક અર્થતંત્ર માટે પણ વરદાનરૂપ સાબિત થઈ શકે છે.”પ્રવાસીઓ પણ તૂટેલા રસ્તાઓ, અંધારપટ અને શૌચાલયની દુર્દશા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સ્થિતિ રાજ્યના પ્રવાસન વિભાગની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.જેથી તંત્ર તાત્કાલિક ધોરણે આ સન રાઈઝ પોઈન્ટની જાળવણી અને સમારકામનું કાર્ય હાથ ધરે, તે સમયની માંગ છે..

Back to top button
error: Content is protected !!