
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ WWF દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે “અર્થ અવર” અભિયાન હાથ ધરાયું હતું. વલસાડની સરકારી પોલીટેકનીક કોલેજ અને કલ્યાણી શાળાનાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકોએ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિશ્વ ચકલી દિવસે WWF- India દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું જેમાં સરકારી પોલીટેકનીક કોલેજનાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને WWF ગુજરાતનાં સ્ટેટ હેડ મૌતિક દવેએ કોલેજનાં વિદ્યાર્થીઓને ચકલીનું ઈકો સીસ્ટમમાં મહત્વ સમજાવ્યુ હતું અને એની સાથે સાથે અર્થ અવર વિષે માહિતી આપી જણાવ્યું કે, એક કલાક બિન જરૂરી લાઇટો અને વિજળીનો વપરાશ બંધ રાખી પૃથ્વી માટે એક કલાક ફાળવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ સિગ્નેચર કેમ્પેઇનમાં સહી કરી બિનજરૂરી લાઇટ બંધ રાખવા પ્રતિજ્ઞા લીધી હતી. આ વર્ષે અર્થ અવરની થીમ Be Water Wise હોય વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, મૌતિકભાઈ તથા wwfનાં સ્વયંસેવકો સાથે મળી નજીકમાં આવેલા તળાવ પર જઈ પાણીનું મહત્વ સમજાવ્યું હતું.
અતુલની કલ્યાણી શાળામાં વિદ્યાર્થીઓ માટે WWF દ્વારા ચકલી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ચકલીનું સરસ ચિત્ર દોરનાર અને ચકલીના સંવર્ધન વિશે સૂત્ર લખનારને મૌતિક દવે દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ચકલીનાં માળઓનું વિતરણ કરી ચકલીનાં સંવર્ધન માટે સમજણ પૂરી પાડી હતી. “અર્થ અવર” વિશે વિદ્યાર્થીઓને સમજાવી બિન જરૂરી લાઇટ એક કલાક માટે બંધ રાખી પૃથ્વી માટે એક કલાક આપવા સૌને વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓને “પેડલ ફોર પ્લાનેટ” એમ સાયકલ ચલાવી સૂત્રોચાર કરી લોકોને એક કલાક લાઇટ બંધ કરવાં અપીલ કરી હતી. સાયકલીંગ દ્વારા વિદ્યાર્થીઓને Be Water Wise થીમ અંતર્ગત પારનદી લઈ ગયા હતાં જયાં તેઓને પાણીનાં મહત્વ વિશે સમજણ આપી હતી. ૬૫ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક જગદીશ અને નીતીને ઉત્સાહ સાથે જવાબદારી નિભાવી હતી.



