AHAVADANG

ડાંગના બોરખેત નજીક ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં આહવાનાં બે યુવકોના કરૂણ મોત..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના બોરખેત ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર તરફથી પૂરઝડપે આવી રહેલી મહિન્દ્રા એકસુવી કાર.ન.જી.જે.16.બી.એન.0800એસામેથી આવી રહેલી બાઇક.ન.જી.જે.05.કે.પી.0066ને જોરદાર ટક્કર મારી અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ​ઘટનાની વિગત એવી છે કે, આહવા શહેરના બે યુવાનો પોતાની બાઇક પર સવાર થઈને બોરખેત તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બોરખેત ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે સામેથી આવતી મહિન્દ્રા એકસુવી કારની અડફેટમાં તેઓ આવી ગયા હતા.આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.હાલમાં આહવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આહવા ​પોલીસની ટીમે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.તપાસ દરમિયાન મૃતક યુવકોની ઓળખ થતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.આ સમાચાર મળતા જ યુવકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.હાલમાં આહવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!