AHAVADANG

Dang: શામગહાન ગામે બ્રેક ફેઈલ ટ્રકે બાઇક સાથે સાઈટમાં ઉભો રહેલ નિવૃત પોલીસકર્મીને કચડી નાખી દુકાનોમાં ઘૂસી..

શામગહાન ગામનો જ નિવૃત રેલવે હેડ કોન્સ્ટેબલને કચડી નાંખતા ઘટના સ્થળે જ મોંત થતાં ચકચાર મચી જવા પામી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

શામગહાન ગામનો જ નિવૃત રેલવે હેડ કોન્સ્ટેબલને કચડી નાંખતા ઘટના સ્થળે જ મોંત થતાં ચકચાર મચી જવા પામી..         

*પેટા:-શામગહાન ગામે ઉતરાણવાળા માર્ગની સાઈડમાં ઉભા પ્રાથમિક શાળાનાં ત્રણેક બાળકો અને જીપચાલકનો ચમત્કારીક બચાવ થયો*

*પેટા:-શામગહાન માર્ગની સાઈડમાં આડેધડ થયેલ દબાણોનાં પગલે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો.આ અકસ્માત બાબતે જવાબદાર કોણ ? માર્ગ મકાન વિભાગ કે પછી રેવન્યુ વિભાગ*

મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ઘાટમાર્ગમાં રવિવારે મોડી સાંજે લકઝરી બસ પલ્ટીનાં અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી.તેવામાં ગુરુવારે ફરી સાપુતારાથી શામગહાનને જોડતા રાજય ધોરીમાર્ગનાં શામગહાન ગામે કેમિકલનો જથ્થો ભરેલ બ્રેક ફેઈલ ટ્રક માર્ગની સાઈડનાં દુકાનોમાં ઘુસી જતા સ્થળ પર શામગહાન ગામનાં અને રેલવે પોલીસ વિભાગનાં નિવૃત હેડ કોન્સ્ટેબલને કચડી નાખતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ગુરૂવારે કર્ણાટકથી કેમિકલનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક. ન.જી.જે.09.એ.યુ.1100 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાજય ધોરીમાર્ગનાં પ્રાથમિક શાળા શામગહાન નજીક અચાનક બ્રેક ફેઈલ થતા આ ટ્રક માર્ગની વચ્ચો વચ આવેલ ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટી જતા બેકાબુ બની હતી.અને માર્ગની સાઈડમાંથી જઈ રહેલ મહિન્દ્રા જીપ.ન.જી.જે.15.સી.7207ને ટક્કર માર્યા બાદ માર્ગની સાઇડમાં યુનિકોર્ન બાઈક.ન.જી.જે.15.એ.એમ.1701 લઈને ઉભા રહેલ રેલવે પોલીસ વિભાગનાં નિવૃત હેડ કોન્સ્ટેબલ શાંતારામભાઈ એસ.જાદવને અડફેટમાં લઈ કચડી નાખતા ઘટના સ્થળે અરેરાટી વ્યાપી જવા પામી હતી.ઘટના સ્થળે નિવૃત હેડ કોન્સ્ટેબલ શાંતારામભાઈ જાદવ પર વજનદાર ટ્રકનાં ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયુ હતુ.જ્યારે માર્ગની સાઈડમાં ઉભા પ્રાથમિક શાળાનાં બાળકો સહિત દુકાનોમાં ઉભા રહેલ અન્ય દુકાનધારકો તથા ચીજવસ્તુઓ લેવા આવેલ વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.તથા જીપ ચાલક તથા જીપમાં સવાર આંબાળિયાનો બાળક નામે દેવાંશ અવિનાશ દળવી ઉ.08 ને નજીવી ઇજા પોહચી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી.અને મૃતક નિવૃત્ત હેડ કોન્સ્ટેબલની લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસડવાની તજવીજ હાથ ધરી હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે ટ્રક ચાલક નામે વિજયસિંહ મદનસિંહ જાડેજા રે.શામળાજી તા.ભિલોડા.જી.સાબરકાંઠાનાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોક્ષ:-(1)શામગહાન ગામે રાજ્યધોરીમાર્ગનાં ઉતરાણમાં આડેધડ દુકાનોનાં દબાણનાં પગલે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો.ત્યારે આ અકસ્માત માટે જવાબદાર કોણ ?રાજ્ય ધોરીમાર્ગ વિભાગ કે પછી રેવન્યુ વિભાગ જેના પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.શામગહાન ગામે અગાઉ પણ ચારથી પાંચ વખત માલવાહક ટ્રકો  માર્ગની સાઈડનાં દુકાનોમાં ઘુસી જવાનાં બનાવો બન્યા હતા.અને દુકાનો સહિત માર્ગમાં ઉભેલ વાહનોને વ્યાપક નુકશાન થયુ હતુ.તે સમયે પણ માર્ગની સાઈડનાં દબાણો દૂર કરવાની માંગ ઉઠી હતી.પરંતુ નિંદ્રાધીન માર્ગ મકાન વિભાગ અને રેવન્યુ વિભાગ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યુ હતુ.જે જાનહાનિ માટેની તંત્રની ઈચ્છા હતી તે આજરોજ પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે આ અકસ્માતનાં બનાવનો જવાબદાર કોણ રાજય ધોરીમાર્ગ વિભાગ કે પછી રેવન્યુ વિભાગ તેના પર અનેક સવાલો ઉઠ્યા છે.વધુમાં આ ઉતરાણવાળા જોખમી માર્ગમાંથી રોજેરોજ  પ્રાથમિક શાળા શામગહાનનાં અસંખ્ય બાળકો પસાર થઈ રહ્યા છે.જેથી વહીવટી તંત્ર તુરંત જ આ દબાણ હટાવી માર્ગને ખુલ્લો કરે તે જરૂરી બની ગયુ છે.નહીંતર આવનાર દિવસોમાં અહી મોટી માતમ સર્જાશે જેમા બેમત નથી.અને જે ઘટનાની સંપૂર્ણ જવાબદારી ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્રનાં અધિકારીઓઓની રહશે.જેથી ડાંગ કલેક્ટર મહેશભાઈ પટેલ માર્ગનાં સાઈડમાં આવેલ દબાણો સામે સત્વરે પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!