AHAVADANG

વલસાડ બેઠક પર ૨૦૧૯ની ચૂંટણીમાં ૮૫ ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે ૨૦૨૪ની ચૂંટણી ૭ ઉમેદવારો ટકરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*વર્ષ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં માત્ર બે હરીફ પાર્ટી વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો હતો, જયારે ૨૦૧૪ની ચૂંટણીમાં કુલ ૧૦ ઉમેદવારો વચ્‍ચે રસાકસી જામી હતી*

*અત્યાર સુધીની ચૂંટણીમાં ૨૦૧૯માં વલસાડ બેઠક ઉપર ૩૫૩૭૯૭ મતની સૌથી વધુ લીડ ડો.કે.સી.પટેલ અને ૧૯૯૬ માં માત્ર ૩૬૮ ની સૌથી ઓછી લીડ સાથે મણીભાઇ ચૌધરી વિજેતા થયા હતા*

*વલસાડ બેઠક પર હમણાં સુધીની ૧૭ લોકસભાની ચૂંટણીમાં નવ વાર કોંગ્રેસ અને પાંચ વાર ભાજપે જીત મેળવી*

*મતદારોને કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્‍પ વર્ષ ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીથી આપવામાં આવ્‍યો*

 

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ આઝાદ ભારતમાં પ્રથમવાર વર્ષ ૧૯૫૧માં લોકશાહીની ઓળખ સમાન પ્રથમ લોકસભાની ચૂંટણી થયા બાદ હવે આગામી તા. ૭ મે ના રોજ ૨૬- વલસાડ બેઠક પર અઢારમી લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યાર સુધીની કુલ ૧૮ લોકસભામાં કેટલા રાજકીય પક્ષો ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા?, કેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા ચૂંટણી જંગ ખેલયા હતા?, કોણે બાજી જીતી હતી?, કયો પક્ષ સૌથી વધુ સત્તામાં રહ્યો હતો?, અત્યાર સુધીમાં કયો ઉમેદવાર સૌથી વધુ મતોથી જીત્યા હતા? કયો ઉમેદવાર સૌથી ઓછી સરસાઈથી વિજેતા બન્યો હતો?, અત્યાર સુધીની ચૂંટણીમાં કેટલી મહિલા ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મહાસંગ્રામમાં ઉતર્યા અને તેઓને સફળતા મળી હતી કે કેમ, કોઈ ઉમેદવાર ગમતો ન હોય તો શું કરવું? સહિતના સવાલો ઈતિહાસને વાગોળવાની સાથે અને મતદારોની જાણવાની જિજ્ઞાસાને સંતોષે છે. આવા અનેક રસપ્રદ સવાલોના જવાબ આગામી અઢારમી લોકસભાની ચૂંટણી વેળા જાગૃત મતદારો માટે પ્રાસંગિક લેખાશે.

મતદાર જ દેશનો ભાગ્ય વિધાતા ગણાય છે, વધુમાં વધુ મતદાનથી જ સાચી લોકશાહી અમલમાં આવતી હોય છે, જેથી ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિના ભાગરૂપ અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ૨૬ વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે ભૂતકાળને વાગોળીએ તો, વર્ષ ૧૯૫૧ની પ્રથમ લોકસભાની ચૂંટણીનો જંગ ૩ પાર્ટી કિસાન મજદૂર પ્રજા પાર્ટી (કેએમપીપી), સમાજવાદી પાર્ટી (એસપી) અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈએનસી) વચ્ચે ખેલાયો હતો. ત્યારબાદ ૧૯૫૭ અને ૧૯૬૨માં ફક્ત બે પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટી (પીએસપી) વચ્ચે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું હતું. ત્યારબાદ ૧૯૬૭માં પણ બે પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી (એસડબલ્યુએ) વચ્ચે ચૂંટણીનો મહાસંગ્રામ ખેલાયો હતો. આ સિવાયની ચૂંટણીમાં ૩ થી વધુ પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. જેમાં ૧૮ થી વધુ નવી નવી પાર્ટીઓ ભારતમાં લોકશાહીને વધુ બળવત્તર બનાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. જેમાં મુખ્યત્વે જોઈએ તો, ભારતીય લોકદળ (બીએલડી), ભારતીય જનસંઘ (બીજેએસ), જનતા પાર્ટી (જેપી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) સહિતની વિવિધ પાર્ટીનો સમાવેશ થાય છે.

૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં માત્ર બે હરીફ પાર્ટી વચ્‍ચે ચૂંટણી જંગ જામ્‍યો હતો જયારે ૨૦૧૪ ની ચૂંટણીમાં કુલ ૧૦ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણીની રસાકસી જામી હતી. ૨૦૨૪ની લોકસભા સામાન્‍ય ચૂંટણીમાં ૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

હમણાં સુધીની ૧૭ લોકસભા ચૂંટણીમાં ૨૦૧૯માં વલસાડની બેઠક ઉપર ૩૫૩૭૯૭ મતની સૌથી વધુ લીડ ડો.કે.સી.પટેલ અને ૧૯૯૬ માં માત્ર ૩૬૮ ની સૌથી ઓછી લીડ મણીભાઇ રામજીભાઇ ચૌધરીએ મેળવી વિજેતા ઉમેદવાર બન્યા હતા. મતદારોને કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્‍પ વર્ષ ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીથી આપવામાં આવ્‍યો હતો. જેમાં ૨૦૧૪ની ચૂંટણીમાં નોટાને ૨૬૬૦૬ અને ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૯૩૦૭ મત નોટાને મળ્‍યા હતા.

આ ૧૭ લોકસભામાં ૧૯૫૧, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૮૦, ૧૯૮૪, ૧૯૯૧, ૨૦૦૪, ૨૦૦૯ ની લોકસભા ચૂંટણીમાં ઇન્‍ડીયન નેશનલ કોંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે વર્ષ ૧૯૯૬, ૧૯૯૮,૧૯૯૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જયારે ૧૯૭૧માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન, ૧૯૭૭માં ભારતીય લોકદળ અને ૧૯૮૯ માં જનતાદળે જીત મેળવી  હતી.

*બોક્ષ મેટર*
*વલસાડ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૪ મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું*
<span;>લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધુ નોંધાય તે ઈચ્છનીય છે પરંતુ અત્યાર સુધી ૧૭ લોકસભા ચૂંટણી થઈ તેમાં ચાર ચૂંટણીમાં મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતરી હતી પરંતુ તેઓ સફળ થઈ શકી ન હતી. જેની વિગત જોઈએ તો ૧૯૭૭માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં પટેલ નિર્મલાબેન હરજીભાઈ (આઈએનસી) મેદાનમાં ઉતરતા તેમને ૧૪૩૮૯૭ મત મળ્યા હતા જેમની સામે ભારતીય લોકદળના ઉમેદવાર પટેલ નાનુભાઈ નીછાભાઈને ૧૬૧૮૬૧ મત મળતા તેમનો વિજય થયો હતો. ૧૯૮૦માં સાતમી લોકસભાની ચૂંટણીમાં પટેલ સવિતાબેન ગમનભાઈ (આઈએનસી) (યુ)ને ૧૪૦૬૮ મત મળતા તેમની હાર થઈ હતી. જ્યારે  ૧૯૯૧માં ૧૦મી લોકસભાની ચૂંટણીમાં સવિતાબેન ગમનભાઈ પટેલ (વાયવીપી)ને ૧૬૫૮ મત મળ્યા હતા. છેલ્લે ૧૯૯૬માં અગિયારમી લોકસભાની ચૂંટણીમાં જનતા દળમાંથી અરૂણાબેન ગંભીરભાઈ પટેલ ચૂંટણી લડયા હતા ત્યારે તેમને ૩૯૪૧ મત મળ્યા હતા ત્યારબાદ એક પણ મહિલાએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી.

*બોક્ષ મેટર*
*લોકશાહીના પર્વમાં અત્યાર સુધી ૧૨ ઉમેદવારોએ અપક્ષ ઉભા રહી નસીબ અજમાવવા પ્રયાસ કર્યો હતો*
લોકશાહીમાં દેશનો કોઈપણ નાગરિક પાર્ટીના સિમ્બોલ વિના પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં નિર્ભિક રીતે ઉભો રહી શકે છે. વલસાડ બેઠક પર અત્યાર સુધીની ૧૭ લોકસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વાર ૧૯૮૪માં આઠમી લોકસભામાં એક ઉમેદવાર અપક્ષ ઉભો રહી ચૂંટણી લડ્યો હતો, ત્યારબાદ ૧૯૯૧માં એક, ૧૯૯૬માં ૪, ૧૯૯૮માં ૧, ૨૦૦૯માં ૧, ૨૦૧૪માં ૧ અને ૨૦૧૯માં ૩ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. સાત અલગ અલગ લોકસભાની ચૂંટણીમાં કુલ ૧૨ ઉમેદવારો અપક્ષ લડ્યા હતા. પરંતુ વિજેતા કોઈ થયુ ન હતું, જો કે સૌથી વધુ મત ૨૦૦૯ની ૧૫મી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પટેલ રામભાઈ કોયાભાઈને ૨૭૪૨૯ મત મળ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!