AHAVADANG

ડાંગ જિલ્લા અને વાંસદા તાલુકાના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા પાણીની રેલમછેલ વળી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગઅને નવસારી જિલ્લામાં કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા.તેવામાં આજે ડાંગ જિલ્લા અને વાંસદા તાલુકાના ગામડાઓમાં મોડી સાંજે  વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં જ વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. નવસારી જિલ્લાના વાંસદા સહિત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા,સુબિર, વઘઈ, સહીત સાપુતારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.જેમાં આહવા,બોરખલ,ગલકુંડ, અને વઘઇ વિસ્તારોમાં વરસાદે સારી એવી હાજરી નોંધાવતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.વઘઈમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના દ્રશ્યો વીડિયોમાં પણ જોવા મળ્યા હતા. જોકે, આ વરસાદની સૌથી મોટી અસર વાતાવરણ પર જોવા મળી હતી. વરસાદના આગમન સાથે જ સમગ્ર જિલ્લામાં ઠંડકતાની શીત લહેર પ્રસરી ગઈ હતી, જેનાથી ગરમીથી કંટાળેલા સ્થાનિકો અને પર્યટકોને ભારે રાહત મળી હતી. આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી જવા પામી હતી.આ વરસાદને પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે, કારણ કે આ કમોસમી વરસાદ (જો સિઝન સિવાયનો હોય તો) ખરીફ પાકને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.વરસાદના કારણે કે જોકે, લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી સામે આ વરસાદે રાહતનો શ્વાસ આપ્યો છે. ડાંગના પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા રમણીય દ્રશ્યો સર્જાયા હતા..

Back to top button
error: Content is protected !!