MORBI:મોરબીમાં પ્રથમ નોરતે પોલીસની કાર્યવાહી કેફી પ્રવાહી પીધેલા પાંચ ઈસમો સામે કાર્યવાહી ૧૮ બાઇક કર્યા ડિટેઇન
MORBI:મોરબીમાં પ્રથમ નોરતે પોલીસની કાર્યવાહી કેફી પ્રવાહી પીધેલા કુલ પાંચ ઈસમો સામે કાર્યવાહી ૧૮ બાઇક કર્યા ડિટેઇન
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે ઉપરાંત લોકો પરિવાર સાથે ભયમુક્ત વાતાવરણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી શકે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર સતત બાઝ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં મહિલા પોલીસની શી ટીમ સતત પેટ્રોલિંગમાં ફરીને અસામાજિક તત્વો દ્વારા યુવતીઓ કે મહિલાઓની છેડતી કે બીજા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં વિવિધ વિસ્તારમાં ફરી રોમિયો કે અસામાજિક તત્વોને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખડેપગે રહી કાર્યરત હોય ત્યારે પ્રથમ નોરતે જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગમાં રહીને સીટી વિસ્તારમાંથી કેફી પ્રવાહી પીધેલા તેમજ કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં પ્રથમ નોરતે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકની મહિલા પોલીસની શી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગમાં રહી અસામાજિક તત્વો ઉપર બાઝ નજર રાખવાના આવી છે. પોલીસની શી ટીમ દ્વારા પ્રથમ નોરતે વિવિધ વિસ્તારમાં થતી ગરબીઓની મુલાકાત લેવામાં આવી હતી, અને શહેરમાં વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન કેફી પ્રવાહી પીધેલા ૫ તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરતા ૧ ને પકડી લેવામાં આવ્યા હતા, આ ઉપરાંત મોટર સાયકલમાં નંબર પ્લેટ વિનાના તેમજ મોટર સાયકલમાં મોડીફાઇડ સાયલન્સર ફિટ કરી વધુ અવાજ કરતા વાહન ચાલકોના કુલ ૧૮ મોટર સાયકલો ડિટેઇન કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.