વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી વિરવાડી ખાતે હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલની ઉપસ્થિતિ તથા આદિવાસી અનાથ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી
નવસારી જિલ્લાના વિરવાડી ખાતે વીરવાડી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સામાજિક એકતા, ધાર્મિક મૂલ્યો તથા સેવા ભાવનાના સંદેશનો વ્યાપક પ્રસાર થયો હતો.
કાર્યક્રમના આરંભે ટ્રસ્ટીઓ દ્વારા રાજ્યપાલશ્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ તથા સંસ્થાની સેવાકીય કાર્યો અંગેની વિગત ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ધોરાજીયા દ્વારા રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમ બાદ માનનીય રાજ્યપાલશ્રીએ આદિવાસી અનાથ કન્યા છાત્રાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રી ઓમપ્રકાશ અગ્રવાલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી પેમચંદભાઈ લાલવાની, શ્રી ધીરુભાઈ ભાડજા તથા બિલવાળી મંદિરના મહંત શ્રી અશોકભાઈ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.