DAHODGUJARAT

દાહોદના પંકજ સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ના ઉપસ્થિતમાં વિજય સંદેશ યાત્રા કાર્યક્રમ યોજાય

તા.૦૯.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના પંકજ સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ના ઉપસ્થિતમાં વિજય સંદેશ યાત્રા કાર્યક્રમ યોજાય

દાહોદ પંકજ સોસાયટી સમાજ વાડી ખાતે આમ આદમી પાર્ટી ના નેતાઓ રહ્યા ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ની અધ્યક્ષતામાં વિજય સંદેશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું વિજય સંદેશ યાત્રા પહેલા આમઆદમી પાર્ટી ના પ્રદેશ ના નેતાઓ ને વાડી ખાતે જાહેર સભા ને સંબોધન કર્યું આમ આદમી ના આ કાર્યક્રમ માં દાહોદ જિલ્લા ના વિવિધ તાલુકાઓ ના અંદાજિત 100 ભાજપ ના કાર્યકર્તાઓ આમઆદમી પાર્ટી માં જોડાયા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી એ તમામ ને આમઆદમી ના ખેસ પહેરાવી પાર્ટી માં પ્રવેશ આપ્યો જાહેર સભા બાદ આમઆદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય યાત્રા યોજી હતી શહેર ના મુખ્ય માર્ગો પર આમઆદમી પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા વિજય બાઇક યાત્રા નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર પહેરાવી આમઆદમી પાર્ટી ના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચૈતર વસાવાના સમર્થન માં આવેદન પત્ર આપ્યું હતું

Back to top button
error: Content is protected !!