AHAVADANG

ડાંગનાં કડમાળ ગામે મોટરસાયકલ જી.ઇ.બી.નાં સિમેન્ટ થાંભલા સાથે અથડાતા અકસ્માત,ચાલકનું મોત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં સેપુઆંબા ગામ ખાતે રહેતો 42 વર્ષીય પુરુષ પોતાની પત્નીને કડમાળ ખાતે મૂકી પરત ઘરે ફરી રહ્યા હતા.ત્યારે કડમાળ ગામની સીમમાં જ એક વીજ થાંભલા સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયુ હતુ.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સેપુઆંબા ગામ ખાતે રહેતા પ્રકાશભાઈ બુધ્યાભાઈ ચૌધરી (ઉ. વ.૪૨) ના સસરા બીમાર હોય જેથી  પ્રકાશભાઈ તેમની પત્ની સાથે મોટરસાયકલ રજી. નં.GJ -15-MM-9696 પર સવાર થઈને તેમના સસરાને સુબીર ખાતે ખાનગી દવાખાનામાં દાખલ કરવા માટે ગયા હતા. સસરા ની સારવાર કરાવ્યા બાદ બપોરના સમયે રજા મળતા સસરાના ગામ કડમાળ ખાતે પ્રકાશભાઈ ગયા હતા. ત્યારે તેમની પત્ની લતાબેન ત્યાં જ રોકાવાની હોવાથી તેમને ત્યાં મૂકી પ્રકાશભાઈ પોતાના ગામ સેપુઆંબા ખાતે જવા માટે નીકળ્યા હતા.ત્યારે સુબીર મહાલ રોડ ઉપર આવેલ કડમાળ ગામે હાડોળ ગામના ફાટક થી સુબીર તરફ આશરે ૧૦૦ મીટરના અંતરે પ્રકાશભાઈ એ  પોતાના હવાલાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની જમણી સાઇડે આવેલ જી.ઇ.બી.ના સીમેન્ટના ઉભા થાંભલા સાથે મોટરસાયકલ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં  પ્રકાશભાઇને  શરીરે સામાન્ય ઇજાઓ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ પર જ કમમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ.તેમ છતાં તેમના 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોરણે સુબીર સી. એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના ડોક્ટર દ્વારા તેમના મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને સુબીર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!