GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા “ માય થેલી” અભિયાનનો પ્રારંભ થશે.

 

MORBI પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા “ માય થેલી” અભિયાનનો પ્રારંભ થશે.

 

 


મોરબીમાં સખી મંડળની બહેનો દ્વારા દર ગુરુવાર અને શુક્રવાર શહેરના ચાર સ્થળ પર વિનામૂલ્યે કાપડ માંથી નવી થેલી બનાવી આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાના NULM તથા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સરકાર દ્વારા નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુના કપડા માંથી વિનામૂલ્યે આકર્ષક થેલી સ્થળ પરજ બનાવી આપવામાં આવશે મનપા દ્વારા નિર્ધારિત કરેલ સ્થળ જેવાકે, મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ – રેલવેસ્ટેશન રોડ, કેસરબાગ – સામાકાંઠે, દીપ્તિ હેલ્થ સેન્ટર – વી.સી.પરા તેમજ કલસ્ટર ઓફીસ – શનાળા ખાતે સખી મંડળની બહેનો દ્વારા કાપડની થેલી સિલાઈ કરી આપવામાં આવશે અને તેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ થેલીમાં ચેઈન અથવા બટન લગાવવાના હોઈ તો તેનો ચાર્જ લોકોના શિરે રહેશે માય થેલી અભિયાન નો હેતુ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો છે ઓક્ટોબર – ૨૦૨૫ સુધી દર ગુરુવાર અને શુક્રવાર એમ અઠવાડિયાના બે દિવસ આ અભિયાન ચાલુ રાખવામાં આવશે. વધુ માહિતી માટે NULM મેનેજર, યુ.સી.ડી.શાખા, ખારાકુવા શેરી સહયોગ કોમ્પ્લેક્ષ બીજોમાળ મોરબી મહાનગરપાલિકા ની કચેરીનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!