વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ “ભારત વિકાસ” પ્રતિજ્ઞામાં સહભાગી થયાં હતાં. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવા “નાગરિક પ્રથમ” અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે આજરોજ નવસારી જિલ્લા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓએ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના પાટાંગણમાં “ભારત વિકાસ” પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે ડીવાયએસપી સંજય રાય સહીત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર પ્રતિજ્ઞામાં ભાગ લીધો હતો.