AHAVADANG

Dang: સરકારી માધ્ય.શાળા કાલીબેલ અને એકલવ્ય શાળા આહવા ખાતે સિકલસેલ એનીમિયા રોગ પ્રોગ્રામ અંતર્ગત સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વધઇ તાલુકામા સમાવિષ્ટ સરકારી માધ્યમિક શાળા, કાલીબેલ તેમજ, આહવાની એકલવ્ય શાળા ખાતે, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શાળામા અભ્યાસ કરતા બાળકોનુ સ્ક્રીનિંગ કરવામા આવ્યુ હતુ.

દરમિયાન કાલીબેલ ખાતે ૭૮ બાળકોના DTT ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાંથી ૬ પોઝિટિવ આવતા HPLC માટે સેમ્પલ લેવામા આવ્યા હતા. તેવી જ રીતે આહવા ખાતે પણ બાળકોના સેમ્પલ લેવામા આવ્યા હતા.

આ વેળા આરોગ્ય વિભાગ દ્વારા ઉકત શાળાઓમા સિકલસેલ રોગ  અટકાયત અંગેની વિસ્તૃત સમજણ પણ આપવામા આવી હતી.

સિકલસેલ રોગ વારસાગત રોગ છે. જેને લગતી સમસ્યાનો વ્યાપ અટકાવી શકાય. જો સ્ત્રી પુરુષ બંને સિકલસેલ વાહક એટલે કે, રોગ ધરાવતા હોય તેમના લગ્ન એકબીજા સાથે ન થવા જોઈએ એ અંગેની સમજણ પણ અહી આપવામા આવી હતી.

લગ્ન પહેલા આ રોગ અંગેની તપાસ દ્વારા આ રોગને અટકાવી શકાય છે. તથા આ રોગને અટકાવવા લગ્નગ્રંથિથી જોડાતા પહેલા સિકલસેલ તપાસ કરાવી સ્ક્રીનિંગ ફરજિયાત કરાવવુ જોઈએ તે અંગેની જાણકારી પણ પૂરી પાડવામા આવી હતી.

આ કાર્યક્રમમાં આરોગ્યકર્મીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!