AHAVADANG

Dang: સાપુતારા ખાતે પ્રવાસન વિભાગની કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અનેક યોજનાઓનું યોગ્ય અમલવારી ન થતા ધૂળ ખાઈ રહી છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યના એકમાત્ર હવાખાવાનાં સ્થળ સાપુતારા ખાતે પ્રવાસન વિભાગની કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અનેક યોજનાઓનું યોગ્ય અમલવારી ન થતા ધૂળ ખાઈ રહી છે, જેના કારણે સરકારે જે હેતુ માટે યોજના બનાવી છે તે સાકાર ન થતા આમ જનતા ના પરસેવાના ટેક્સ ના પૈસા ખર્ચે બનેલ યોજનાઓ કાગ નો વાઘ સાબિત થઈ રહ્યો છે…
રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલ ત્રણ ત્રણ યોજનાઓ અમલવારી ન થતા કાગળ પર જ પૂર્ણ.પ્રવાસન વિભાગ અને સ્થાનિક નોટિફાઈડ કચેરીની સંકલનના અભાવે આમ જનતા ના પરસેવા ની કમાણી ના ટેક્સમાંથી વપરાતા કરોડો રૂપિયાનો ધુમાડો.પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ વિસામો ,રેંકડી બજાર ,અને ટેબલ પોઇન્ટ પરના સ્ટોલ સહીત કેન્ટીન ધૂળ ખાઈ રહેલ છે.બોટિંગ પાસે પણ કરોડોના આંધણ બાદ પણ સ્થાનિકો ને ન ફળવતા  સ્થાનિક તંત્ર અને પ્રવાસન વિભાગની અણઆવડત બહાર આવી.રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને ભૌતિક સુવિધાઓ પુરી પાડવાના ઓથા હેઠળ અંદાજે 10 કરોડના ખર્ચે વિશામો નિર્માણ કરાયો હતો, જેમાં સાપુતારા ખાતે મધ્યમ વર્ગીય પ્રવાસીઓ કે વન ડે પીકનીક સહીત નાસિક શિરડી ના દર્શને પગપાળા જતા ભાવિક ભક્તો ને વ્યાજબી ભાવે રોકાણની વ્યવસ્થા થાય તે હેતુથી વિશામો બનાવ્યો હતો. પરંતુ જેતે સમયે વિસામો નિર્માણ કરનાર એજન્સીએ પ્રવાસન વિભાગ ના અધિકારી ઓ સાથે સેટિંગ ડોટ કોમ કરી ગરીબ મધ્યમ વર્ગ ના પ્રવાસીઓ માટે બનાવેલ વિસામા નો છેદ ઉડાડી લક્ષઝરીયસ રૂમો બનાવી સરકાર ના હેતુ પર પાણી ફેરવી વેપલો શરૂ કર્યો હતો. જોકે બાદ મા એક પ્રામાણિક પ્રવાસન વિભાગમાં એમ.ડી છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી ખાનગી એજન્સી પાસેથી વિસામા નો કબ્જો મેળવ્યો હતો. જોકે ત્યારબાદ એ પ્રામાણિક એમ .ડી ની પણ બદલી થઈ જતા હાલ કરોડો રૂપિયા ના ખર્ચે બનેલ વિસામો ખંડેર મા તબદીલ થઈ રહ્યો છે. તેવીજ રીતે સાપુતારા વિસ્થાપિત પરિવારોને રોજગારી મળી રહે તે માટે અંદાજે ત્રણ કરોડ રૂપિયાના માતબર ખર્ચે અધ્યતન સુવિધા ધરાવતું રેંકડી બજાર નું નિર્માણ કરવામાં આવ્યું છે.  તે નિર્માણ થયા ને 5 વર્ષ થવા આવ્યા છતાં સ્થાનિક તંત્ર દ્વારા રેંકડી સ્થાનિકોને ફાળવવા નિષ્ફળ નીવડતા સરકારી કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક પરિસ્થિતિ ને ધ્યાને રાખ્યા વગર ગાંધીનગર ઓફિસે થી  યોજના પાસ કરી તેનું યોગ્ય આયોજન કે સુપર વિઝન ન થતા યોજના સાકાર થવાના પહેલા જ તેનું બાળ મરણ થઈ રહ્યું છે. તંદુપરાંત રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન સાપુતારાના સંચાલન માટે કોઈ કાયમી ચીફ ઓફિસર કે અધિકારી નિમાયા ન હોય ઘણીધોરી વગરના સાપુતારા મા જાહેર માર્ગો સહીત ફૂટપાથ પર કાયમી દબાણો થતા વિકાસ રૂંધાયો હોય તેવું લાગે છે. સાપુતારા ના હાર્દ સમા ટેબલ પોઇન્ટ પર અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગે બ્યુટીફીકેશન કર્યું હોવાના દાવાઓ કરાય રહ્યા છે. વાસ્તવિકતા જોતા ચંદ્ર ની ધરતી ને પણ શરમાવે તેવા ઉબડ ખાબડ વિસ્તાર અને નાના ધંધાર્થીઓ માટે બનાવેલ સ્ટોલ નધીયાળ હાલતમા જર્જરીત બની ગયા છે, જયારે વ્યુ સાઈટમા ઝુંપડાઓના રાફડાઓ સરકારી તંત્રની બેદરકારીથી સાપુતારાની ખોટી છાપ છતી થાય છે. આજે સાપુતારા ખાતે નોટિફાઈડ કચેરી ખાતે કાયમી ચીફ ઓફિસર ના અભાવે સાપુતારા ની તિજોરી માં આવક કરતાં જાવક વધુ થવા સાથે પ્રવાસીઓમાં સાપુતારા પ્રત્યે આકર્ષણ ઘટી રહ્યું હોય તેમ લાગે છે. તેવામાં રાજ્યના મૃદુ અને વિકાસ પ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ડાંગ ની મુલાકાતે આવ્યા હોય ગુજરાત કા આંખો કા તારા સાપુતારા ઘટતી જતી લોકપ્રિયતા માટે કાયમી અધિકારી ની નિમણુક કરી સાપુતારા ને ખરા અર્થમાં લોકોના આંખો કા તારા બનાવે તે જરૂરી છે.

Back to top button
error: Content is protected !!