વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ધરોહર સમાન ઐતિહાસિક ડાંગ દરબારનો આજથી પ્રારંભ થયો છે.આજરોજ 9મી માર્ચથી 12 માર્ચ સુધીનાં ચાર દિવસ માટે ડાંગનો ભાતીગળ એવો ડાંગ દરબારનો મેળો શરૂ કરવામાં આવેલ છે.ત્યારે ડાંગ દરબારનાં ઉદ્ઘાટન પ્રસંગે ડાંગ કલેક્ટર કચેરી ખાતેથી રંગારંગ કાર્યક્રમોમાં રાજવીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં રાજ્યનાં શ્રમ અને રોજગાર આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ પરંપરાગત વાજિંત્રોનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા.અહી મંત્રી કુંવરજીભાઈ હળપતિની સાથે લોકસભાનાં નાયબ મુખ્ય દંડક અને વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ,ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ ભાજપા મહામંત્રી હરિરામભાઈ સાંવત પણ વાજિંત્રોનાં તાલે ઝૂમી ઉઠતા વાતાવરણ ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઉઠ્યુ હતુ.રાજય કક્ષાનાં મંત્રી કુંવરજીભાઇ હળપતિ અને વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે ડાંગીજનો સાથે પારંપરિક વાજિંત્રોનાં તાલે ઝૂમી ઉઠી આમજનતા સાથે સહભાગી બની આદિવાસી સંસ્કૃતીની ઓળખ અને અસ્મિતાનાં દર્શન કરાવ્યા હતા.ડાંગ જિલ્લાનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ ધવલભાઈ પટેલ,અને ધારાસભ્ય વિજયભાઈ પટેલનો ડાંગી સંસ્કૃતિ અને ડાંગ દરબાર પ્રત્યેની લાગણીથી આમજનતાએ રાજીપો વ્યક્ત કર્યો હતો..