નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના મહુવાસ ખાતે આવેલ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ ૭/૪/૨૦૨૫ કોટેજ હોસ્પિટલ વાંસદા, સામુહિક આરોગ્ય કેન્દ્ર લીમઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુવાસ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરા ખાતે ” Healthy Begginnigs, Hopeful Future ” થીમ આધારીત વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ માં વિધાર્થીઓ દ્વારા પોસ્ટરો બતાવી લોકોને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કમલેશસિંહ ઠાકોર તથા કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર અને એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આચાર્ય દામિનીબેન ના માર્ગદર્શન અને નર્સિંગ સ્ટાફ ના સંયુક્ત પ્રયાસે વિશ્વ આરોગ્ય દિવસ સફળતા પૂર્વક યોજાયો હતો.