GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સાવસર પ્લોટ પાર્ક કરેલ કારના દરવાજાનો કાચ તોડી ૧ લાખની ચોરી કરનાર ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના સાવસર પ્લોટ પાર્ક કરેલ કારના દરવાજાનો કાચ તોડી ૧ લાખની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

 

મોરબી એલસીબી તથા એ ડિવિઝન પોલીસ ટીમે શહેરમાં લગાવેલ નેત્રમ કેમેરા અને બાતમીદારોની બાતમીને આધારે ચોરી કરનાર રીક્ષા ચાલક ચોરને ધરમપુર નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી રીક્ષા ચાલકને ચોરીમાં ગયેલ રોકડ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ રીક્ષા સહિત રૂ. ૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

ચોરીના બનાવની ટુક વિગત મુજબ ગઇ તા.૧૬/૦૭ના રોજ મોરબી સાવસર પ્લોટ ૧૧-૧૨ વચ્ચે આવેલ સાગર હોસ્પીટલ પાસે રોડ ઉપર શૈલેષભાઇ બચુભાઇ સાણંજા રહે.શોભાકુંજ, અવનીરોડવાળાએ પોતાની બલેનો ગાડી નં. જીજે-૩૬-એફ-૨૯૫૪ પાર્ક કરી ઘરકામ અર્થે બહાર ગયેલ હતા તે દરમિયાન કોઇ અજાણયા વ્યકિતએ તેઓની બલેનો ગાડીના દરવાજાનો કાચ તોડી ગાડીમાં રહેલ થેલામાંથી રોકડા રૂ.૧ લાખની ચોરી કરી લઇ ગયા અંગેની મોરબી સીટી એ ડીવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે મોરબી એલસીબી.તથા સીટી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જેમાં બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. તેમજ અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની તપાસ કરવા સહિતની કામગીરી શરૂ કરી હતી તે દરમિયાન બાતમીદારોના માધ્યમથી બાતમી મળેલ કે સીએનજી રીક્ષા નં. જીજે-૦૧-જીટી-૦૯૯૧ના ચાલક કેતનભાઇ દાતારામ ચૌહાણએ ચોરીને અંજામ આપ્યો હોય જેથી એલસીબી પોલીસની ટીમ દ્વારા ધરમપુર રોડ યુનીક સ્કુલ પાસેથી સી.એન.જી.રીક્ષા ચાલકને હસ્તગત કરી સઘન પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી ત્યારે પોલીસે આરોપી રીક્ષા ચાલકની અંગ ઝડતી લેતા તેના ખિસ્સામાંથી રોકડા રૂ.૧ લાખ મળી આવતા રીક્ષા સહિત કુલ રૂ.૨ લાખનો મુદામાલ હસ્તગત કરી આરોપી મુળ અમદાવાદના લાંબા ઇન્દીરાનગર મકાન નં.૨૫/૭૨નો વતની હાલ મહેન્દ્રનગર આઈટીઆઈ પાછળ રહેતા કેતનભાઇ દાતારામ ચૌહાણ ઉવ.૩૧ની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!