GUJARATKARJANVADODARA

કરજણ પોલીસે દેશી તમન્ચા સાથે 1 ઈસમ ની ધરપકડ કરી

કરજણના બાણજ ગામ નજીકથી દેશી બનાવટની રિવોલ્વર સાથે યુવાન ઝડપાયો

નરેશપરમાર. કરજણ,

કરજણ પોલીસે દેશી તમન્ચા સાથે 1 ઈસમ ની ધરપકડ કરી

કરજણના બામણગામ નજીકથી દેશી બનાવટની રિવોલ્વર સાથે યુવાન ઝડપાયો

કરજણ તાલુકાના વેમાર રોડ ઉપર બામણ પાસેથી પોલીસે દેશી બનાવટની રિવોલ્વર અને કારતુસ સાથે એક પરપ્રાંતિય યુવાનને ઝડપી પાડયો હતો. યુવાન આ રિવોલ્વર કોની પાસેથી લાવ્યો અને શા માટે લાવ્યો તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કરજણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડને બાતમી મળી હતી કે વેમાર ગામે રહેતો એક યુવાન થેલીમાં રિવોલ્વર લઇને ફરે છે. જેને પગલે સ્ટાફ સાથે વેમાર રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળો યુવાન આવતા તેની પાસેની થેલીમાં ચકાસણી કરતા તેમાંથી એક દેશી બનાવટની રિવોલ્વર અને કારતુસ મળી આવ્યા હતા. મુળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના એકહુઆ ગામનો મુળ વતની અને અહીં વેમાર ગામે રહેતા શેરબહાદુર રામસમુજ વિશ્વકર્મા (૩૫)ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મોબાઇલ ફોન, રોકડા અને રિવોલ્વર સહિત ૧૧,૯૧૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!