આણંદની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સેવાઓ:બે વર્ષમાં ઘૂંટણના 35 ઓપરેશન, ડૉક્ટર મંગળવાર-શનિવારે ઉપલબ્ધ

આણંદની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સેવાઓ:બે વર્ષમાં ઘૂંટણના 35 ઓપરેશન, ડૉક્ટર મંગળવાર-શનિવારે ઉપલબ્ધ

તાહિર મેમણ – આણંદ – 02/08/2025 – આણંદની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાના જણાવ્યા મુજબ, ઓર્થોપેડિક વિભાગમાં ડૉ. નિશીલ પટેલ સેવા આપી રહ્યા છે.
વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઘૂંટણના 35 ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષેઘૂંટણના 10 અને હિપ રિપ્લેસમેન્ટના 3 ઓપરેશન કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જનરલ પાટાપિંડી ફ્રેક્ચર સહિતની અન્ય ઓર્થોપેડિક સેવાઓ પણ ઉપલબ્ધ છે.
દર્દીઓ માટે ડૉક્ટર દર મંગળવાર અને શનિવારે સવારે 8:30 થી 11:30 કલાક સુધી ઉપલબ્ધ રહે છે. રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ આરોગ્યલક્ષી સેવાઓ સુલભ બનાવવા માટે આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.





