વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા, રોડ સાઈડ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા અને નડતરરૂપ જંગલ કટીંગની કામગીરી શરૂ કરવામા આવી છે.ડાંગ જિલ્લા સ્ટેટ ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કેતન કુકણાનાં માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેરોમાં એમ.આર.પટેલ અને વી.આર.પટેલની નિગરાની હેઠળ સદર કામગીરીમાં વિભાગ હસ્તકના વિવિધ રાજ્ય ધોરીમાર્ગો તેમજ અન્ય જીલ્લા માર્ગો પર કુલ
120 જેટલું માનવબળ કામ કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક આવેલા માર્ગો પર ડાંગ જિલ્લામા વધુ વરસાદ હોવા છતા પૂરી વર્ષાઋતુ દરમ્યાન માર્ગ અને મકાન રાજ્યની વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક રોડ દુરસ્તીનાં કાર્યો હાથ ધરેલ જેથી પ્રવાસીઓને સુગમ્ય રસ્તાઓ મળી રહે જે કામગીરી અત્રે આવતા વિવિધ પર્યટકો દ્વારા પણ બિરદાવવામાં આવેલ છે. હાલમાં વરસાદ વિરામ લેતા જ્યાં જરૂર હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગ કાર્ય હાથ ધરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યું છે.ખાસ કરીને જે અગત્યના માર્ગો/કોર રોડ નેટવર્ક છે તેમને પ્રાથમિકતા ના ધોરણે રીપેર કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય જીલ્લા માર્ગો નું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર કે.બી. કુકણાએ જણાવેલ છે..