વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ દક્ષિણ ગુજરાતનાં મઢી સુગર ફેકટરીમાંથી શેરડી કાપણી પુરી કરી પોતાના માદરે વતન બહેડુન(પીપલદહાડ) તરફ પરત ફરી રહેલ મજૂરો ભરેલ ટ્રક આજરોજ ધૂલધા મહાલ રોડ પર બપોરનાં 1:00 વાગ્યાનાં અરસામાં ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ત્રણ મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પોહચતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી અકસ્માતની જાણ વહીવટી તંત્રની ટીમને થતા ઘટના સ્થળે તુરંત જ 2 જેટલી 108 એમ્બ્યુલન્સ પોહચી ગઈ હતી.
અહી સ્થળ પરથી ઇજાગ્રસ્તોમાં (1) શકુબેન ગણ્યાભાઈ બાગુલ,(2)સરિતાબેન વીનેશભાઈ બહીરમ,(3)સુનીબેન વિજયભાઈ બહીરમ,(4)લિકુબેન સીતારામભાઈ વાઢુ (5)અરુણાબેન બબલુભાઈ બહીરમ (6)સુભાસભાઈ ગણપતભાઈ બરડે (7)ગુલાબભાઈ કુસન્યાભાઈ દેશમુખ (8)ઋત્વિકભાઈ બબલુભાઈ બહિરમ (9)સંગીતાબેન સુભાસભાઈ બરડે (10)વીનેશભાઈ બુધુભાઈ બહિરમનાઓને નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલ આહવામાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..
વડતાલ કણજરી ચોકડી પાસે ત્રણ ઇસમોને ૩.૮૪૦ કિગ્રા ગાંજા સાથે એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યા
ખેરગામ:150મી બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે સાંસદએ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારાને આડે હાથ લીધા..
Follow Us