
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગંભીર આક્ષેપ સાથે સાબરડેરીના સત્તાધીશો ને કહ્યું આ ચોરો એ..!! પૂરતો ભાવફેર ન અપાતા અરવલ્લી – સાબરકાંઠા ના પશુપાલકોમાં રોષ, કલેકટરને આવેદન પત્ર આપ્યું
હાલ કેટલાય સમય થી સાબર ડેરી ચર્ચાનો વિષય બની છે અને હવે સમયસર પશુપાલકો નો ભાવફેર પુરે પૂરો ન અપાતા હવે પશુ પાલકો પણ લડી લેવાના મૂડમાં છે કેમ કે થોડા દિવસ પહેલા 9 મહિનાનો જ ભાવ ફેર સાબરડેરીની ની કમિટી દ્વારા જાહેર કરાયો હતો જેને લઇને પણ પશુપાલકો મૂંજાયા હતા અને સાબર ડેરી ખાતે જઈ ને આ બાબતે ચોકસાઈ પૂર્વક ખાતરી આપવા કમિટીને આહવાન કર્યું હતું ત્યાર પછી કહેવામાં આવેલ કે થોડા દિવસમાં ચૂંટણી થઇ જશે પછી પુરેપુરો ભાવ વધારો આપી દેવામાં આવશે એ વાતને આજે દસ દિવસથી વધુ સમય થવા આવ્યો છતાં સાબર ડેરીના બાબુઓનું પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે જેને લઇ અરવલ્લી સાબરકાંઠા ના પશુ પાલકોમાં ભારે રોષ છે. પરંતુ હજુ એ સમજાતું નથી કે કેમ સાબરડેરીની ચૂંટણી થતી નથી આના માટે કેમ આટલી બધી રાહ જોવાઈ રહી છે જેવા અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને સાબર ડેરી એ પશુપાલકોની ડેરી છે છતાં આજે દૂધના દોહેલા રૂપિયા મેળવવા પણ પશુ પાલકો ને ભીખ માંગવાનો વાળો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઇ પશુપાલકો હાલ ડેરીમાં ભરાવેલ દૂધનો પોતાના ભાવફેળ મેળવવાં માટે આજીજી કરવી પડે છે જેને લઇ મોડાસા ખાતે પશુપાકો એકઠા થયા હતા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું અને સાબરડેરીના જવાદાર લોકો સામે આક્રોશ વ્યક્ત કર્યો અને પશુપાલકો એ કલેકટર ખાતેથી સાબરડેરીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ કર્યા હતું અને કહ્યું ચોર છે






