
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આગામી ૮મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નવસારીમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. જેને અનુલક્ષીને નવસારી, ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયું છે. આજરોજ જળ શક્તિ મંત્રી અને નવસારી જિલ્લા સાંસદ શ્રી સી. આર. પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રીશ્રી સહિત પદાધિકારીશ્રીઓને અવગત કર્યા હતા.
જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત ૧ લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે ત્યારે કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રીએ લાભાર્થીઓની વિગત મેળવી હતી. તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત મુલાકાત દરમિયાન ઉપસ્થિત જલાલપોર ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશ પટેલ, સહિત વિવિધ પદાધિકારીઓએ કાર્યકમમાં વાહન વ્યવહારની વ્યવસ્થા, ફૂડ પેકેટ, બેઠક વ્યવસ્થા, આરોગ્યની ટીમ, વોશરૂમ, પીવાનું પાણી સહિત આનુસાંગિક વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રીશ્રી સહીત પદાધિકારીશ્રીઓએ જિલ્લા તંત્રના સૂચારૂ આયોજનનો તાગ મેળવી લેતા કામગીરી બિરદાવી આવી જ કામગીરી આગળ ધાપાવવા તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી. એમ. પંડ્યા સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





