કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા મહીસાગર કલેક્ટર વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા આવેદન પત્ર આપ્યુ

તારીખ ૨૨/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્વારા કાલોલ પોલીસ મથકે આજ રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી દુબે દ્વારા સરકારી કાર્યક્રમ અંતર્ગત જાહેરમા અનુસૂચિત જાતિ ના લોકો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ડરાવવા ધમકાવવા અને હડધુત કરવામાં આવ્યા હતા.૯૦ ટકા એટ્રોસીટી ના કેસો બ્લેકમેઇલ કરવા કરવામાં આવે છે તેવુ નિવેદન કર્યું હતુ. આમ જિલ્લા કલેકટર દ્વારા જાહેર સેવક હોવા છતાં પણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દલિત સમાજની લાગણીઓ દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેથી કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નરસિંહભાઇ સોલંકી એસ સી એસટી વિભાગ ચેરમેન પંચમહાલ તેમજ કોંગ્રેસના ભુપેન્દ્રસિંહ ખેર તેમજ કિરણભાઈ પરમાર તેમજ સંજયભાઈ રાઠોડ, રાજુભાઈ પરમાર તેમજ રમણભાઈ વણકર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ એ પરમારને આવેદનપત્ર આપી મહીસાગર જિલ્લા કલેકટર સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.





