AHAVADANG

Dang: સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ખાતે તા. ૨૧ ડિસેમ્બરના રોજ ‘વિશ્વ ધ્યાન દિવસ’ ની ઉજવણી કરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આવનારી પેઢીમાં ધ્યાન અંગેની જાગૃતિ કેળવાય તે હેતુસર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧ મી ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ખાતે તારીખ ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ  ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે સાંજના ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન  ‘વિશ્વ ધ્યાન દિવસ’ની  ઉજવણી કરવામાં આવનાર છે.

રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન સંસ્થા દ્વારા ‘વર્લ્ડ મેડીટેશન ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેનાં અનુસંધાને ડાંગ જિલ્લામાં  ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર દ્વારા પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ખાતે તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે.

Back to top button
error: Content is protected !!