GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ બસ સ્ટેશન પાસે ગધેડી ફળિયાના નાકે જોખમી બનેલું મસ મોટુ હોર્ડિંગ સફળતા પૂર્વક ઉતાર્યું

તારીખ ૨૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ના ગધેડી ફળિયાના નાકે બસ સ્ટેન્ડ નજીક આવેલ મોબાઈલ ની દુકાન ની ઉપરના મજલે ખાનગી કંપની ને ભાડે થી હોર્ડિંગ લગાવવા આપેલ હતુ જે હોર્ડિંગ ભારે પવન અને વાવાઝોડા દરમ્યાન તૂટી ગયેલ અને જોખમી બનેલું હતુ અને આ હોર્ડિંગ થી અકસ્માત નો પણ ભય વધી ગયો હતો જેથી કંપની દ્વારા સાવચેતી રાખી મોટુ કાપડ ઢાંકી ને સફળતા પૂર્વક હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યુ હતુ.






