BANASKANTHAGUJARATKANKREJ

રાષ્ટ્રીય કક્ષાએ બલોધણ શાળાનો ડંકો,,,..સ્વચ્છ અને હરિત વિદ્યાલય એવોર્ડમાં દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત…

 શિક્ષણ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત "સ્વચ્છ એવમ હરિત વિધાલય એવોર્ડ -2026" ભાભર તાલુકાની સરકારી માધ્યમિક શાળા,બલોધણે રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે.

રાષ્ટ્રીય કક્ષાએ બલોધણ શાળાનો ડંકો,,,..સ્વચ્છ અને હરિત વિદ્યાલય એવોર્ડમાં દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત…
—————————————————————————-
૯૭.૬ ટકા સ્કોર સાથે ગ્રામીણ શ્રેણીમાં સરકારી માધ્યમિક શાળા બલોધણે ગુજરાત અને વાવ – થરાદ જિલ્લાનું નામ રોશન કર્યું…..
—————————————————————————-
શિક્ષણ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત “સ્વચ્છ એવમ હરિત વિધાલય એવોર્ડ -2026” ભાભર તાલુકાની સરકારી માધ્યમિક શાળા,બલોધણે રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાએ ગ્રામીણ શ્રેણી માં સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બનાસકાંઠા,વાવ – થરાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.શાળાએ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વિકાસ અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના વિવિધ પ્રયાસોના આધારે ૯૭.૬ ટકા સ્કોર મેળવી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો. દેશ ભરની હજારો શાળાઓ વચ્ચે સરકારી માધ્યમિક શાળા બલોધણનું નામ ટોચની ત્રણ શાળાઓમાં સ્થાન પામ્યું સમગ્ર વિસ્તાર માટે ગર્વની બાબત બની છે.આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય સોમભાઈ બજાણીયાના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્રકુમાર સાંપરીયાની દીર્ઘદ્રષ્ટ્રી તથા સતત આયોજન ના કારણે,શાળાના સ્ટાફ ગણ સ્મિતાબેન,નીધીબેન,ધરતીબેનની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શાળાના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. શાળાએ સ્વચ્છતા,હરિયાળી, શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું.શિક્ષકો,વિદ્યાર્થીઓ, બહેનો અને ગ્રામજનોને સાથ સહકાર તથા ટીમવર્કના માધ્યમ થી શાળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.શાળામાં સ્વચ્છતા જાળવવા,પાણી સંરક્ષણ,કચરાનો યોગ્ય નિકાલ અને હરિત પર્યાવરણના નિર્માણ માટે સત કામગીરી કરવામાં આવી રહી છે.શાળાની આ ભવ્ય સફળતાને પગલે શિક્ષણ જગત તેમજ સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. “સ્વચ્છતાથી પ્રભુતા,હરિયાળીથી જીવનશૈલી”ના સૂત્રને સાર્થક કરતી બલોધણ શાળાની આ સિદ્ધિ અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની છે.તેમ જીતેન્દ્રકુમારે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!