BANASKANTHADEODARGUJARAT

ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોર નું ભવ્ય સ્વાગત રમશે ગુજરાત ,જીતશે ગુજરાત ને સાકર કરતી દિયોદર ઠાકોર સમાજની દીકરી ….

ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોર નું ભવ્ય સ્વાગત રમશે ગુજરાત ,જીતશે ગુજરાત ને સાકર કરતી દિયોદર ઠાકોર સમાજની દીકરી ….

oplus_0

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમત ગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમગ્ર બે જિલ્લાનું નામ રોશન કર્યું છે જેમાં દિયોદર ની ઠાકોર સમાજની દીકરી ઠાકોર અપેક્ષા નરેશભાઈ એ ભાવનગર ખાતે યોજાયેલ અંડર – 13 અસ્મિતા ખેલો ઈન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટ માં પણ વિમલા વિધાલય ગઢ માં અભ્યાસ કરતી આ દીકરીએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

 

આજે દિયોદર ખાતે રહેતી ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોર પોતાના વતન આવતા દિયોદર ખાતે સમગ્ર દિયોદર અને ઠાકોર સમાજ દ્વારા દીકરી નું ભવ્ય સ્વાગત કરાયું હતું

 

અમને ગૌરવ છે કે અમારી દીકરીએ સમગ્ર પરિવાર અને ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે

 

વીઓ: દિયોદર ખાતે રહેતી અપેક્ષા ઠાકોર બનાસકાંઠા ની વિમળા વિદ્યાલય ગઢ ખાતે અભ્યાસ કરે છે અને અંડર 13 ફૂટબોલ ટુર્નામેન્ટ માં પણ સારો દેખાવો કરી સુવર્ણ ચંદ્રક મેળવી શાળા તેમજ સમગ્ર દિયોદર નું ગૌરવ વધાર્યું હતું આજે અપેક્ષા ઠાકોર ના પરિવાર દ્વારા દીકરી નું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઢોલ નગારા સાથે માતાજી ના દર્શન અર્થ પોહચી હતી જ્યાં તંત્ર અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!