સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવા મહેલ ખાતે ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનો બીજો દિવસ
32,000થી વધુ લોકોએ લીધી ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત

તા.21/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
32,000થી વધુ લોકોએ લીધી ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક હવા મહેલ ખાતે ત્રિદિવસીય ‘ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ’ યોજાઈ રહ્યો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા ગઈકાલે
આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આગામી તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી સાંજે ૪:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલનાર આ આ ફેસ્ટિવલમાં આજે 32000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, અને લોક સંગીતની રમઝટ સાથે વિવિધ ઝાલાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો આ ફેસ્ટિવલમાં 22 થી સ્ટોલ ધારકોએ આજે અંદાજિત રૂ.5,00,000 થી વધુનો વેપાર કર્યો હતો આ સર્વે સ્ટોલ ધારકોને અભિનંદન પાઠવતા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને નાયબ મ્યુનિસિપલ કમિશનર કલ્પેશ ચૌહાણે શહેરીજનોનો આ ફેસ્ટિવલ સહભાગી બની ઐતિહાસિક હવામહેલને હેરિટેજ પેલેસ તરીકે વિકસાવવાની આ પહેલના સહકાર બદલ આભાર વ્યક્ત કરે છે.




