મુળી અને થાન પંથકમાં ચાલતી ગેરકાયદેસર ખાણો મામલે બે સરપંચ સસ્પેન્ડ કરાતા તંત્ર એક્શનમાં.
ભેટ ગામના સરપંચ મધુબેન રમેશભાઈ ડુમાણીયા અને વેલાળા ગામના સરપંચ જાનબા સૂરેગભાઈ ખાચર સહિત ને કરાયા સસ્પેન્ડ
થાન, મુળી પંથકમાં ગેરકાયદેસર ખાણ મામલે જવાબદાર સરપંચ ને ગણાવ્યા.
જે ગામોમાં ગેરકાયદેસર ખાણો માં મજૂરોના મોત થયા હતા તે ગામના સરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
સાથે સાથે તંત્ર તલાટી સામે પણ કાર્યવાહી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે થાનગઢ ના વેલાળા ના સરપંચ ને કોલસાની ખાણો બાબતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે ગત ૧૦-૯-૨૪ ના હુકમથી તેમાં નોટીસ નો જવાબ પણ આપવામાં આવેલ હતો તેમ છતાં તેઓને સસ્પેન્ડ રાજકીય હાથો બની કરવામાં આવેલ છે તેઓ એ ગત ૩-૧-૨૪ ના રોજ કલેકટર ચાર્જ અને ડીડીઓ મકવાણા સાહેબ ને રૂબરુ રજુઆત આ બાબતે કરી હતી દરચાર મહિના એ લેખિત રજુઆત મામલતદાર થાનગઢ ને કરેલી હતી અને તેઓએ એક રાજકીય આગેવાન અને થાનગઢ તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ ની કોલસાની ગેરકાયદેસર ખાણો બાબતે રજુઆત કરી હતી અને ખાણ ખનીજ અધિકારીઓ ની મિલી ભગત બાબતે આક્ષેપ કરેલા હતા તે માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે જો સરપંચ સસ્પેન્ડ થાય તો અનેક રજુઆત થાનગઢ મામલતદાર ને કરેલ છે તેઓ પણ સસ્પેન્ડ થાય ખાણ ખનીજ અધિકારી પણ સસ્પેન્ડ થાય અને મુળી તાલુકાનાં ભેટ ગામે ખનીજ ખનન વહન ગેરકાયદેસર સાથે ત્રણ મજુર ના મોત ના જવાબદાર અને એફ આઈ આર મા આરોપી તરીકે નામ દાખલ છે તેવા મુળી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન કલ્પેશ કેશાભાઈ પરમાર અને જિલ્લા પંચાયત સભ્ય પણ સસ્પેન્ડ આ જિલ્લા ના ડીડીઓ એ કરવા જોઈએ જો ફકત સરપંચ સામે જ કાર્યવાહી કરવામાં આવતી હોય તો ઉપર ના તમામ અને તલાટી સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી પણ એટલા જ જવાબદાર છે
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા