અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ : સાઠંબા ગામે મંચુરિયન ફાસ્ટફૂડ ચલાવતા વેપારી પર હુમલા પ્રકરણમાં ચાર પૈકી ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા
સાઠંબા ગામે ગુરૂવારના રોજ મંચુરિયન ફાસ્ટ ફૂડ ની લારી ચલાવતા ઈસમ પાસે દુકાન ખાલી કરાવવાની શંકા બાબતે કેટલાક ઈસમઓએ ઝઘડો કર્યો હતો અને ફાસ્ટ ફૂડ ચલાવતા વેપારીને ઢોર માર માર્યો હતો આ બાબતે સાઠંબા નગરના વેપારી મંડળમાં બહારના લુખ્ખા તત્વો સાઠંબામાં વારંવાર આવીને આવી રીતે વેપારીઓ સાથે બબાલ કરતા હોઈ વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો જેથી વેપારી મંડળે ઘટનાની ગંભીરતા જોતાં સાઠંબા આવી પહોંચેલા ડીવાયએસપી વાઘેલા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો જેથી હરકતમાં આવેલા પોલીસ તંત્રએ ફરિયાદમાં ઉલ્લેખિત ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને અટક કરી લીધા છે