સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક ખેતીમાં દસપર્ણી અર્ક મોડેલ રાજ્ય માટે બન્યું પથદર્શક
રાજ્યના ૧૮ જિલ્લાના ખેડૂતો માટે યોજાઈ રસાયણમુક્ત ખેતીની તાલીમ

તા.30/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજ્યના ૧૮ જિલ્લાના ખેડૂતો માટે યોજાઈ રસાયણમુક્ત ખેતીની તાલીમ, સુરેન્દ્રનગર જિલ્લો પ્રાકૃતિક તથા રસાયણ મુક્ત ખેતીના પ્રચાર-પ્રસાર અને અમલમાં રાજ્યમાં અગ્રેસર બની રહ્યો છે ત્યારે જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રત્યે વધતી રસપ્રતિક્રિયા અને નવીન પ્રયાસોના પરિણામે આજે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ મોડેલ ઊભો થયો છે ખાસ કરીને ગ્રીન કમાન્ડો ગ્રુપ દ્વારા વિકસિત દસપર્ણી અર્કના વ્યાપક ઉપયોગ અને સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં નોંધપાત્ર લાભ મળતો જોવા મળી રહ્યો છે આ જ અનુસંધાને, સાણંદ ખાતે APMC માર્કેટ યાર્ડના હોલમાં રાજ્યના અંદાજે ૧૮ જિલ્લાઓમાંથી આવેલા લગભગ ૧૫૦ ખેડૂતો માટે “પરફેક્ટ રસાયણ મુક્ત ખેતી કેવી રીતે કરી શકાય” વિષયક એક દિવસીય વિસ્તૃત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ રાજ્યભરના ૭૦૦થી વધુ ખેડૂતોને જોડતું વોલેન્ટિયર સોશિયલ મીડિયા ગ્રુપ ‘ગ્રીન કમાન્ડો’ દ્વારા યોજાઈ હતી આ ગ્રુપના ફાઉન્ડર વિષ્ણુભાઈ પટેલ (USA)ના માર્ગદર્શન હેઠળ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તાલીમ આપવામાં આવી હતી જે ખેડૂતોને અત્યંત મદદરૂપ થઈ હતી તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતો, રસાયણ વિહિન પદ્ધતિઓ, જીવામૃત, ઘનજીવામૃત, દસપર્ણી અર્ક જેવા ઉપયોગી ઉપાયોની વૈજ્ઞાનિક સમજ સરળ ભાષામાં રજૂ કરવામાં આવી વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂતો દ્વારા તેમના પ્રાકૃતિક ખેતીના અનુભવો પણ શેર કરવામાં આવ્યા જેના કારણે તાલીમ વધુ જીવંત અને પ્રેરક બની કાર્યક્રમની મહત્વની વિશેષતા રૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રીન કમાન્ડો ગ્રુપ દ્વારા અમલમાં મૂકાયેલી ‘દસપર્ણી અર્ક’ની વિતરણ વ્યવસ્થાનું વિસ્તૃત પ્રેઝન્ટેશન જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જો આ પ્રકારની સુવ્યવસ્થિત વિતરણ પદ્ધતિ રાજ્યના દરેક જિલ્લામાં ખેડૂતોની સક્રિય ભાગીદારી સાથે અમલમાં મૂકવામાં આવે તો આગામી સમયમાં ગુજરાત રાજ્યને પેસ્ટીસાઇડ ફ્રી બનતા બહુ સમય નહીં લાગે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રીન કમાન્ડોના સમર્પિત સભ્યો કિરીટભાઈ, જયંતીભાઈ, જયદીપભાઈ, અમરતભાઈ, આશિષભાઈ સહિત સમગ્ર ટીમે સક્રિય અને ઉત્સાહ ભર્યો સહકાર આપ્યો હતો ઉપસ્થિત તમામ ખેડૂતો દ્વારા આવા પ્રકારની તાલીમ રાજ્યભરમાં વધુ પ્રમાણમાં આયોજિત કરવામાં આવે તો તેની અસરકારકતા અનેકગણી વધશે અને પ્રાકૃતિક ખેતી અભિયાનને નવી દિશા મળશે તેમ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



