
જુનાગઢ જિલ્લા ભાજપના મંડળ પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થઈ છે જ્યારે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેશોદ તાલુકા ભાજપના નવા પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી છે.. જયદીપસિંહ સોલંકી આ પહેલા પણ કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે 18એ વરણસાથે રાખી અને કામગીરી કરનાર જયદીપસિંહ સોલંકી ને કેશોદ તાલુકા ભાજપની પ્રમુખ તરીકે જાહેર કરાતાં સૌ કોઈમાં ખુશીની લહેર દોડી ગઈ છે આગામી સમયમાં કેશોદ તાલુકાના વિકાસ માટે કામગીરી કરશે અને સૌ કોઈ લોકોને સાથે રાખી સર્વ સમાજ અને દેશના હિત માટે કામગીરી કરશે તેવું પણ જયદીપસિંહ સોલંકી એ જણાવ્યું હતું .
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ





