DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – હું આદિવાસી દીકરો છું 15 તારીખે ભાજપ માં જોડાવાનો નથી : ચેતર વસાવા

ડેડીયાપાડા – હું આદિવાસી દીકરો છું 15 તારીખે ભાજપ માં જોડાવાનો નથી : ચેતર વસાવા

પ્રધાનમઁત્રી મોદી 15 તારીખે ડેડીયાપાડા આવના છે.

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/11/2025 – નર્મદા જિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમન પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ ખાતે 5 જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 15 નવેમ્બર-2025’ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહ તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરવા માટે પધારી રહ્યા છે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે.

 

 

 

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આજે જણાવ્યુ કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં:

ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી

ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને AAPમાં જોડીશું આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો AAPમાં જોડાશે ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે PM મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!