ખેરગામના નવા રોડ ઉપરના કટ પાસે વાહન ચાલકોની સલામતી માટે પટ્ટાઓ ચીતરવા માંગ
DIPAKKUMAR PATELNovember 26, 2024Last Updated: November 26, 2024
0 1 minute read
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગામે તાજેતરમાં જ 4.88 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહેલા દશેરા ટેકરી નવારોડથી ધોબીકુવા સુધીના માર્ગનું કામ પૂર્ણતાને આરે છે.ત્યારે રસ્તા ઉપર જતા કટઆપવામાં આવેલા છે ત્યાં વાહન ચાલકોની સલામતી માટે ઝીબ્રા ક્રોસિંગ કે પટ્ટા ચીતરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.ખેરગામ તાલુકા મથક બન્યા પછી સન ૨૦૧૬માં નવો રોડ ખેરગામનો ગૌરવ પથ જેવો ડિવાઇડરયુક્ત બન્યો હતો, પરંતુ અગમ્ય કારણસર તેના પર જેટલા છિન્ડા- કટ છે કે ચોકડી છે ત્યાં ઝીબ્રા ક્રોસિંગ કે પટ્ટા નહીં ચીતરાતા ઘણી વખત રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.આઠ વર્ષ બાદ ધોબી કુવાથી મહાત્મા ગાંધી વર્તુળ સુધીનો ૪૨૦૦ મીટરના માર્ગનું મજબૂતીકરણ અને નવીનીકરણ લગભગ પૂર્ણતાને આરે છે, જે ઇજારદારે ૩૧-૧-૨૫ સુધીમાં પૂરું કરવાનું છે.નવીનીકરણ થયેલા આ માર્ગમાં તાડ ફ. ડૉ રાવલઘર, પંચાયત ઘર સ્ટેટ બેંક વગેરે જગાએ છિન્ડા કે કટ આપવામાં આવેલા છે, પરંતુ ત્યાં ઝીબ્રા ક્રોસિંગ કે પટ્ટા ચીતરેલા ન હોય વાહનચાલકો અને રાહદારીઓ અનેકવાર ટકરાયા છે. જેથી નવીનીકરણમાં રોડ ફર્નિચર આઈટમમાં આ તમામ જગ્યાએ પટ્ટાઓ ચીતરી વાહન ચાલક અને રાહદારી સલામત પસાર થઈ શકે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નવા રોડના રહીશોની માંગ છે. જનતા માધ્યમિક શાળા તથા ગાંધી વર્તુળ ખાતે ગેન્ટ્રી ગેટ પણ બને તો વાહનચાલકોને ગંતવ્ય સ્થાને જવા માટે મુશ્કેલી નડશે નહીં.ગ્રામ પંચાયત તરફ જવાનો કટ અને આંબેડકર વર્તુળ વચ્ચે માંડ 100 મીટરનું અંતર હશે,જેથી બાબાસાહેબ તરફથી આવનારા ઝડપ વધારતા જ આવે છે અને તેના લીધે પંચાયતવાળા કટ પર અકસ્માત થાય છે જીબ્રા ક્રોસિંગ ન હોવાથી હું પણ ભોગ બન્યો હતો. તે જ પ્રમાણે સ્ટેટ બેંક સામે પણ અકસ્માત થયા છે. પટ્ટા પાડેલા હોય તો રાહદારી તેના પરથી સલામત પસાર થઈ શકે…વિનોદભાઈ મિસ્ત્રી,જાગૃત નાગરિક ખેરગામ.