સંતરામપુર નગરપાલિકા માં માલસામાન ની ખરીદી માં આચરાયેલ કૌભાંડ ની વીજીલન્સ તપાસ ની માંગ!!!

સંતરામપુર નગરપાલિકા માં માલસામાન ની ખરીદી માં આચરાયેલ કૌભાંડ ની વીજીલન્સ તપાસ ની માંગ!!!
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરપાલિકા નાં સત્તાધીશો ના અને નગરપાલિકા સંતરામપુર નાં પુવૅ ચીફ ઓફિસર હઠીલા નાં વહીવટો થી નગરજનો માં અનેક નારાજગી ઓ હોવાની ચચૉ ઓ વચ્ચે સત્તાધારી ભાજપ પક્ષના બાર નગરપાલિકા ના સભ્યોએ પાણી પુરવઠા વિભાગ માં માલસામાન ની ખરીદી ઓમા તથા લાઈટવીભાગ માં માલસામાન ની ખરીદી માં નગરપાલિકા નાં એકાઉન્ટન્ટ નીરવ પારગી એ લાખ્ખો રૂપિયા નો ભષ્ટ્રાચાર આચરેલ હોવાની ફરીયાદ વડોદરા ઝોન નાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ તથા તકેદારી આયોગ ગાંધીનગર ને તથા સચિવ શહેરી વિકાસ વિભાગ ને લેખિત માં કરતા ભાજપના આ બાર નગરપાલિકા ના સભ્યો નાં લેટર બોમ્બ નાં પગલે સંતરામપુર તાલુકાના વહીવટી અને રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.સાથે સાથે આ નગરપાલિકા નાં વહીવટમાં ચાલેલા આ લાખ્ખો રૂપિયા નાં ભષ્ટ્રાચાર ને ખુલ્લો પાડનારા ભાજપના જ બાર સભ્યો ની હીમમતોને નગરજનોએ બીરદાવી ભષ્ટ્રાચાર કરનાર કસુરવારો ને જેલ હવાલે કરવામાં આવે એવી જોરદાર માગ ઉઠી છે.
સંતરામપુર નગરપાલિકા માં પુવૅ ચીફ ઓફિસર હઠીલા નાં સમયગાળામાં માલસામાન ખરીદીઓના નામે આચરવામાં આવેલા આ લાખ્ખો રૂપિયા નાં ભષ્ટ્રાચાર પુવૅઓફીસર હઠીલા નાં સત્તા કાળમાં આંખો બંધ કરીને કરવામાં આવેલ હોવાનું કહેવાય છે.
સંતરામપુર નગરપાલિકા નાં સત્તાધારી ભાજપ ના બાર સભ્યો ના લેટર બોમ્બ ના પગલે નગરપાલિકા કચેરી હચમચી ઊઠી છે.
ઉચ્ચસ્તરે મોકલવામાં આવેલ આ લેખિત ફરીયાદ સ્વરૂપ નાં પત્ર માં નગરપાલિકા નાં એકાઉન્ટન્ટ નીરવ પારગી સામે લાખ્ખો રૂપિયા નાં ભષ્ટ્રાચાર ની સીધેસીધી ખાયકી કરવામાં આવી હોવાની ગંભીર આક્ષેપ કરાયો છે.એમા પાણી પુરવઠા ની માલસામાન ની ખરીદી પેટે ઈનફુલુક્ષ એનટરપપ્રાઈઝ ને રુપિયા 19,84 લાખ રૂપિયા નો ચેક આપવામાં આવેલ છે અને માલસામાન માત્ર અગીયાર લાખ નોજ આવેલ હોવાનું આ ટેબલ સંભાળનાર કમૅચારી પંકજભાઈ એ જણાવ્યું હતું.જયારે આજ પ્રમાણે લાઈટ વિભાગ માટે માલસામાન ની ખરીદી માટે રુહી ઈલેક્ટ્રીકલસ ને રુપિયા 23,88.લાખરુપીયા નોચેક આપેલ છે.અને આ સામે રુપિયા બે લાખ નોજ માલસામાન આવ્યો હોવાનું કમૅચારી નવીનભાઈ પ્રજાપતિ એ જણાવીને એકાઉન્ટન્ટ નીરવ પારગી ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.તદ ઉપરાંત અગાઉ પણ રુપિયા સાઈઠ લાખ નાં ચેકો જેતે એજન્સીઓ ને આપીને ઓછો માલસામાન લાવી ને બાકીના લાખ્ખો રૂપિયા રોકડા પરત લઇ આવવા નાં એકાઉન્ટન્ટ નીરવ પારગી નાં આ ઓનલાઈન વહીવટના ભ્રષ્ટાચારો નગરપાલિકા નાં સત્તાધારી ભાજપ ના બાર સભ્યો એ આ નાણાકીય ગેરરીતિઓ ને ભષ્ટ્રાચાર ની તાત્કાલિક તપાસ કરાવવા માટે ની માંગ કરતાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે.આશ્રયૅજનક હકીકત તો એ છે કે ખરીદીનો સામાન જો પુરેપુરો આવેલ નાં હોય તો પછી ચીફ ઓફીસરે ને એકાઉટનટે ચેક કેમ લખ્યો??? ને ચેક પર સહી કેમ કરાઈ???
સંતરામપુર નગરપાલિકા માં ઉજાગર થયેલ આ ભષ્ટ્રાચાર નાં કૌભાંડમાં પુવૅઓફીસર ને એકાઉન્ટન્ટ ની મીલીભગત જોવાં મળે છે ને જે માલસામાન આવેલ નથી ને તેનાં નાણાં જો એકાઉન્ટન્ટ લ ઈ આવેલ હોય તો એ નાણાં ક્યાં ગયા??? એ નાણાં માંથી કોને કોને ભાગબટાઈ કરાઈ તે ની તપાસ હાથ ધરવામાં આવે ને તો આ કૌભાંડમાં સંડોવાયેલા અન્યો નો પણ પદૉફાશ થાય તેમ છે.તયારે હવે એ જોવાનું રહે છે કે ભય ભુખ ને ભષ્ટ્રાચાર દુર કરવા નીઅને ઓપરેશન ગંગાજળ ની વાત કરનાર આ સરકાર ને મુખય મંત્રી ને આ વિસ્તાર ના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી આ નગરપાલિકા સંતરામપુર નાં ભાજપના જ સભ્યો દ્વારા ઉજાગર કરાયેલ ભષ્ટ્રાચાર નાં પ્રકરણ માં સખ્તાઈ થી કાયૅવાહી કરીને તપાસ કરાવે છે કે કેમ??? એવા અનેક સવાલો લોકમુખે ચર્ચા રહ્યા છે.
ભષ્ટ્રાચાર ને નાણાકીય ગેરરીતિઓ માં સંડોવાયેલા કૌભાંડીઓ સામે ગુનો દાખલ કરાવે છે કે કેમ???
સંતરામપુર નગરપાલિકા વિસ્તારના વોડૅ નં.એક માં આવેલ જુના તલાવ નું પુનૅ બયુટીફૅકેશન માટે ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ને આ કામની એજન્સી પણ નગરપાલિકા દ્વારા ફીક્સ કરાયેલ ને વકૅઓડૅર અપાયેલ ને આ કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવેલ પરંતુ કરોડો રૂપિયા નાં ખર્ચે થનાર આ જુના તલાવ નું પ્લાન એસટીમેનટ મુજબ નું કામ આજે પણ થયું જણાતું નથી.આ કામ એજન્સી દ્વારા સમયમયૉદામા પુરુ કરેલ નથી ત્યારે આ એજન્સી ને એડવાન્સ માં કે રનીગબીલ પેટે નગરપાલિકા દ્વારા કોઈ રકમ જો ચુકવાઈ હોય તો તે મુજબની કામગીરી થયેલ છે કે કેમ તેની તપાસ કરવા ને આ એજન્સીઓ ટેન્ડર ની શરત મુજબ જમા કરાવેલ ડીપોઝીટ નું શું થયું ??
આ વિકાસ કામ ની ઝીણવટભરી તપાસ કરાય તો મસ મોટું કોભાંડ બહાર આવે તેમ હોઈ શેહરીવિકાસવિભાગ નાં વિજીલનસવિભાગ દ્વારા ને તકેદારી આયોગ દ્વારા ત્વરીત કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે . આ સંત જુના તલાવ ની કામગીરી એજન્સી દ્વારા ધણા સમયથી બંધ હોઈ આ એજન્સી સામે ટેન્ડર ની શરત ને નિયમ મુજબ ની કાયૅવાહી નગરપાલિકા સંતરામપુર દ્વારા એજન્સી સામે કરવામાં આવેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવે તેમ છે.
આ નગરપાલિકા વિરુદ્ધ ની અનેક રજૂઆતો ની તપાસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ વડોદરા ઝોન કચેરી ને શેહરીવિકાસ વિભાગ દ્વારા મોકલવામાં આવેલ હોવાં છતાં પણ ગેરરીતિઓ ની તપાસ માં ઢીલી નીતિ કેમ ને કોનાં ઈશારે અપનાવાઈ રહી છે???



