GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર જિ.પં. કર્મચારી સંઘ દ્વારા વિકલ્પ ભારદ્વાજને વિદાયમાન

 

નવા ડીડીઓને આવકારતુ વહીવટી કર્મચારી મંડળ

 

જામનગર (ભરત ભોગાયતા

જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની અમરેલી કલેક્ટર તરીકે  બદલી થતા
કર્મચારી સંઘ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો

જિલ્લા પંચાયત, જામનગરના જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની બદલી થતા જિલ્લા પંચાયત કર્મચારી સંઘ અને વિવિધ કર્મચારી મંડળો દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મૈયબેન ગરસર, વિવિધ સમિતિઓના ચેરમેન, સદસ્યો ઉપરાંત DyDDO દીપા કોટક, શાખાધિકારીઓ ધવલ ઘેલાણી, તેજસ શુક્લા, દિવ્યેશ અકબરી, વિપુલ મહેતા અને અન્યો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ મૈયબેન, તમામ ચેરમેન અને સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને અનેક કર્મચારીઓ ઉપરાંત કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, સચિવ સેજપાલ શ્રીરામ, આરોગ્ય મંડળના પ્રમુખ વી.પી.જાડેજા, વહીવટી મંડળના પ્રમુખ આર.ટી.જાડેજા, તલાટી મંડળના ભારદ્વાજસિંહ વાઘેલા, વર્ગ-૪ મંડળના વિજય ચિતારા સહીત વિવિધ મંડળના હોદ્દેદારો દ્વારા વિકલ્પ સાહેબને શાલ, બુકે અને મોમેન્ટો આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિવિધ અધિકારીઓ તથા કર્મચારી મંડળના હોદ્દેદારોએ ભારદ્વાજ સાહેબના સવા બે વર્ષના કાર્યકાળને યાદ કરીને પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિદાય લેનાર વિકલ્પ ભારદ્વાજ સાહેબે જામનગર જિલ્લાના કાર્યકાળ દરમ્યાન તમામ પદાધિકારી, અધિકારી, અને કર્મચારીઓના સહકાર અને કાર્યશૈલીને બીરદાવી હતી અને જામનગર જિલ્લો પ્રગતિની દિશામાં આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી.

નવા ડીડીઓને આવકારાયા

જિલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળ, જામનગર દ્વારા નવનિયુક્ત DDO શ્રી અંકિત પન્નુ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લઇ આવકારા હતા

 

 

_____________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

 

 

Back to top button
error: Content is protected !!