DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદના ગરબાડા ચોકડી આશ્રમ ખાતે પૂજા પરમઅર્ચના અને મહાઆરતી કરી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ ટીમ દ્વારા રથયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

તા.૦૪.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગરબાડા ચોકડી આશ્રમ ખાતે પૂજા પરમઅર્ચના અને મહાઆરતી કરી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ ટીમ દ્વારા રથયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું

આજ રોજ તા.3-2-2026 ના રોજ  પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ દ્વારા પ્રેરિત 14 ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ નો શુભ સંદેશ લઈ એક રથયાત્રા અમદાવાદ આશ્રમ થી પંચમહાલ ગોધરા થઈ આજરોજ દાહોદ મુકામે પધારતા ગરબાડા ચોકડી દાહોદ આશ્રમ ખાતે પૂજા પરમઅર્ચના અને મહાઆરતી કરી નગરજનો, સાધકો અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ દ્વારા રથયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. દાહોદ નગરમાં વાહનો શણગારી સુશોભિત કરી મોટી સંખ્યામાં પૂજ્ય બાપુના હરિ ઓમ હરિ ઓમ ધૂન સાથે નગરને મંત્રમુગ્ધ આનંદિત કરી વાતાવરણમાં એક આનંદ અને ઝલક જોવા મળી. રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના અક્ષયભાઈ રાઠોડ દ્વારા સૌ સનાતનીઓને આવનાર 14 તારીખે માતૃ પિતૃ પૂજન દિવસની ભગવામય ભવ્ય ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!