
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાના કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને છેલ્લા બે દિવસથી આ ઐતિહાસિક ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે, અને ટ્રેન વઘઈ સ્ટેશન ખાતે જ રોકી રાખવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ વઘઈ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન હાજર રેલવે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી ટ્રેકના સમારકામની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત, વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્ટેશન ખાતે ફરજ પર રહેલા રેલવે કર્મચારીઓની રહેવાની તેમજ જમવાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
રેલવે વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ અને ટ્રેક સુરક્ષિત હોવાની ખાતરી થયા પછી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન સેવા પુનઃ પૂર્વવત શરૂ કરવામાં આવશે, તેમ રેલ અધિકારીઓએ જણાવ્યું છે.




