તરણેતરનાં સુપ્રસિદ્ધ લોકમેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક
મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો

તા.27/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોરલી, શંખ, રાવણહથ્થો, ઢોલ સહિતની પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરતા કલાકારો
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના મેળામાં દ્વિતીય પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓએ કરાવ્યો હતો ઉપસ્થિત સર્વેએ રસપૂર્વક સ્પર્ધાઓ નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ મેળાનું મુખ્ય આકર્ષણ બની હતી જેમાં પ્રથમ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી જેમાં રાવણહથ્થો ગાયન સાથે, ઢોલ, વાંસળી, મોરલી, સિંગલ પાવા, જોડીયા પાવા, ડાક-ડમરૂ, શરણાઈ, શંખ, ઝાલર, મંજીરા/ઝાંઝ, કરતાલ શ્રેણીમાં સ્પર્ધા યોજાઈ હતી. આવતીકાલે ભજન, લોકગીત, દુહા-છંદ, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રિય અભિનય, બહુરૂપી, પારંપરિક ભરતગુંથણ, લાકડી ફેરવવી, ભૂંગળ સહિતની સ્પર્ધાઓ યોજાશે આમ, તરણેતરનો મેળો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતો સીમિત ન રહેતા, આ સ્પર્ધાઓથી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનું રક્ષણ થઈ રહ્યું છે આ પરંપરાગત સ્પર્ધાઓ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, ગુજરાતની પ્રાચીન પરંપરાઓ અને લોકકલાનું જતન પણ કરે છે આવી સ્પર્ધાઓ યુવાનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે નોંધનીય છે કે, આ સ્પર્ધાઓ ગ્રામ્ય યુવાનોને તેમની અદ્ભુત પ્રતિભા અને કલા-કૌશલ્યો પ્રદર્શિત કરવાની તક સાથે જ આપણી પ્રાચીન સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહી છે આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, મમતા પંડિત તેમજ પ્રકાશસિંહ ગોહિલ, અન્ય કર્મચારીઓ તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી આ તકે ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રસપૂર્વક સ્પર્ધાઓ નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.




