GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

દેવરાજ લો કોલેજના ઈ. પ્રિન્સિપાલ દિવ્યાબેન જે કોન્ટ્રાક્ટરને પીએચડી ની પદવી પ્રાપ્ત થઈ.

 

તારીખ ૦૯/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પીએચડી ની ડીગ્રી મેળવતા દેવરાજ લો કોલેજના ઈ. પ્રિન્સિપાલ દિવ્યાબેન જે કોન્ટ્રાક્ટર ગુજરાતની વડી અદાલત દ્વારા અપાયેલ પોકસો એક્ટ 2012 અંગેના ચુકાદાઓનું વિશ્લેષણ વિષય પર લો કોલેજ ગોધરા ના પ્રોફેસર ડોક્ટર કૃપાબેન જયસ્વાલ ના માર્ગદર્શન હેઠળ મહા નિબંધ પ્રસ્તુત કરતા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા માન્યતા આપી દિવ્યાબેન કોન્ટ્રાક્ટરને પીએચડી ની પદવી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હરિભાઈ આર કટારીયા દ્વારા પીએચડી ની પદવી દિવ્યાબેન ને એનાયત કરવામાં આવી છે આ પ્રસંગે એક્સટર્નલ રેફરી તરીકે પ્રોફેસર ડોક્ટર પરેશભાઈ ડોબરીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા નિવૃત્ત જિલ્લાના ન્યાયાધીશ પુરાની ઉપસ્થિત રહેલ તેમજ ગોધરા યુનિવર્સિટીના રજીસ્ટાર ડોક્ટર અનિલ આર સોલંકી લો કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ ડોક્ટર અપૂર્વ પાઠક ડોક્ટર સતીશ નાગર ડોક્ટર અમિત મહેતા ડોક્ટર અંકિતાબેન અને ધારાસભ્ય નિમિશાબેન સુથાર ઉપસ્થિત રહી દિવ્યાબેન ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દિવ્યા બેન સમગ્ર પંચમહાલ જિલ્લાનું અને કોન્ટ્રાક્ટર પરિવાર કાલોલ ગોધરા નું ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!