DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

૧૨-જામનગર સંસદીય મત વિસ્તારના ચૂંટણી ફરજ પરના માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ

મતદાન પ્રક્રિયા દરમિયાન લેવાની થતી કાળજીઓ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શિત કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સમાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ૧૨ – જામનગર સંસદીય મત વિસ્તારમાં જુદા જુદા મતદાન મથકોએ ચૂંટણી ફરજ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે  વિધાનસભા ૮૧- ખંભાળિયા અને ૮૨- દ્વારકામાં નિયુક્ત કરેલા માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ જનરલ ઓબ્ઝર્વરશ્રી હસમતઅલી યાતોની પ્રેરક ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.

        આ તકે જનરલ ઓબ્ઝર્વરશ્રી હસમતઅલી યાતોએ માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મતદાનના દિવસે પોલિંગ બુથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી અતિ મહત્વની હોવાથી તેઓને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની બાબતો તથા દરેક કામગીરીનું જીણવટપૂર્વક નિરીક્ષણ કરવા સૂચવ્યું હતું. તદુપરાંત સોંપાયેલ કામગીરી સુચારુ અને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તે માટે તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સને મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી પ્રક્રિયા કરવામાં પોતાનું યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

        આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જે. ડી.પટેલએ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતદાનના દિવસની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિ‌તી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં હતી. ત્યારબાદ વધુમાં તેઓએ માઇક્રો ઓબ્ઝર્વરને ચૂંટણી પ્રક્રિયાની આંખ અને કાન સમાન ગણાવી મતદાન બુથ ઉપર મતદાનની ગુપ્તતા તેમજ ત્યાં થતી મોકપોલ સહિતની તમામ પ્રક્રિયાઓ ઉપર ચાંપતી નજર રાખવા સૂચન કર્યું હતું.

        આ તાલીમ પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ખંભાળિયા શ્રી કે.કે. કરમટા,  માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!