GUJARATPANCHMAHALSHEHERA

શહેરા: શહેરા તાલુકાના લાભી ગામથી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને મહાશ્રમદાન ઝુંબેશ હાથ ધરાઈ

શહેરા

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા ના મરડેશ્વર મહાદેવના પટાંગણમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના હસ્તે સ્વચ્છતા સફાઈ અભિયાન ની શરૂઆત કરાઈ. સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના લાભી ગામ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતાને જીવનમાં એવી રીતે અપનાવી લો કે એ આદત બની જાય ! પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતિનાં પૂર્વ દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને પ્રેરણા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન હેઠળ આજે શહેરા મતવિસ્તારના મરડેશ્વર મહાદેવ મંદિર તથા લાભી ગામ ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓ ,કાર્યકર્તાઓ સાથે મળી સફાઇ કાર્ય કર્યું અને પ્રધાનમંત્રી ના  દેશવ્યાપી સ્વચ્છતાનાં યજ્ઞમાં આહુતિ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!