DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા “પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪” દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ,૧૯૯૪નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટીંગનું આયોજન કરવામાં જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.

મીટીંગમાં હોસ્પિટલોના નવા રજિસ્ટ્રેશન તેમજ રીન્યુઅલ રજિસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરેલ અહેવાલો વંચાણે લેવામાં આવ્યા હતા.

જિલ્લાના સોનોગ્રાફી સેન્ટરો ખાતે એકટના સઘન અમલીકરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવેલ અને જિલ્લાના ગામો દીઠ નોંધાયેલ જાતિ પ્રમાણદર બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સામાજિક કાર્યકર શ્રી કિરીટભાઈ મજીઠીયા, સરકારી વકીલશ્રી લાખાભાઈ ચાવડા તેમજ જનરલ હોસ્પિટલ-ખંભાળીયાના તબીબી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી / બિનસરકારી ડોકટરશ્રીઓને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.સી.બી.ચોબીસાની યાદીમાં સૂચન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!