BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડ તાલુકાના જામપર ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

ભાણવડ તાલુકાના જામપર ખાતે શ્રી જમનભાઈ ધનજીભાઈ ખીરસરિયા તેમજ જમનભાઈ વીરજીભાઈ ખીરસરિયા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં તાલુકા હેલ્થ કચેરી ભાણવડ તેમજ મોરઝર આરોગ્ય કેન્દ્ર તેમજ જામપર ગામ ના આરોગ્ય મંદિર ની ટીમ દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૪૦ યુનિટ જેટલું બ્લ્ડ એકત્ર થયું હતું. આ બ્લ્ડ જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં એનાયત કરવામાં આવેલ જે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને ઉપયોગમાં આવશે. આ પ્રસંગે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રોગ નિદાન કેમ્પમાં ઋષિભાઈ રામકબીર તેમજ તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ તેમજ રાજેશ ભાઈ ઘેટિયા દ્વારા આનુષંગિક વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી.

ઉપરાંત આ સપ્તાહ ના તમામ સ્વયંસેવકોએ સહકાર આપેલ અને રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પની સફળતા માટે  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ચોબીસા દ્વારા જામપર ના સી.એચ.ઓ શ્રી જીલ ગોધાસરા અને તેમની આરોગ્ય ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કેમ્પનું લાયઝનિંગ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચાંડેગરા દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ દર ત્રણ મહિને રકતદાન કરવું જોઈએ એવી અપીલ આરોગ્યવિભાગ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!